અફઘાનિસ્તાનમાં મોટી ભયાનકતા સર્જાઈ
ભૂકંપના જોરદાર આંચકાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાનની ધરતી ધણધણી
155 લોકોના મોત થઈ ગયા
ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. મળેલી જાણકારી અનુસાર આ ઝટકો 6.1ની તીવ્રતાનો હતો. હાલમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનની વિગતો સામે આવી નથી. યુએસ જિયોલિજકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતો. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ ભૂકંપના કારણે લગભગ 155 લોકોના મોત થઈ ગયા છે. મોતના આ આંકડો હજૂ પણ વધી શકે છે. ઉપરાંત અન્ય કેટલાય લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર આવી રહ્યા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની જાણકારી આપી હતી, તેમા જણાવ્યું હતું કે, પાડોશી દેશમાં મોડી રાતે લગભગ બે કલાકને 24 મીનિટે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.1ની આંકવામાં આવી હતી.
એક રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા પાકિસ્તનના ઈસ્લામાબાદ સહિત બાકીના શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ ઝટકા અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા. પણ તેના કારણે લોકોમાં ડર ફેલાતા આમ તેમ ભાગવા લાગ્યા હતા.
જોકે ગત રોજ આપણે ત્યાં કચ્છમાં ફરીએકવાર ભૂકંપના આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.8 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપને પગલે કોઈ નુકસાની થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું.