ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ નોંધાયો છે.
નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે.
ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો 3 ટકા વરસાદ થયો છે. અને પૂર્વમધ્ય ગુજરાતમાં 2.8 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સરેરાશ 5.49 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 4.12 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, દાહોદ, સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે.નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જોકે ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સારો વરસાદ થયો છે. જો કે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે જુનના અંતમાં પણ સારો વરસાદ થશે.