નાસાને અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણ થઇ છે
HD 260655c પૃથ્વી કરતાં 1.5 ગણો મોટો છે
જેમાં પૃથ્વીના આકારના બે ગ્રહો જોવા મળ્યા
નાસાને ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનૈટ સર્વે સેટેલાઇટ દ્વારા અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણ થઇ છે. આ સિસ્ટમ પૃથ્વીથી ફક્ત 33 પ્રકાશવર્ષની દૂરી પર છે. જેમાં પૃથ્વીના આકારના બે ગ્રહો જોવા મળ્યા હતા. MITના વૈજ્ઞાનિકોએ અવકાશમાં મલ્ટી-પ્લેનેટ સિસ્ટમની શોધ કરી છે.આ મલ્ટિપ્લેનેટ સિસ્ટમના કેન્દ્રમાં એક નાનો અને ઠંડો એમ-વામન તારો છે, જેનું નામ HD 260655 છે
. MITના ખગોળશાસ્ત્રીઓ કહે છે કે તેમાં પૃથ્વીના કદના બે ગ્રહો પણ છે. આ ગ્રહો રહેવા યોગ્ય નથી, કારણ કે તેમની ભ્રમણકક્ષા ખૂબ જ ચુસ્ત છે, જેના કારણે ગ્રહનું તાપમાન વધારે છે. ઊંચા તાપમાનને કારણે સપાટી પર પાણી નથી.CVપહેલો ગ્રહ HD 260655b છે જે દર 2.8 દિવસે તારાની પરિક્રમા કરે છે. તે પૃથ્વી કરતાં લગભગ 1.2 ગણો મોટો છે. બીજો ગ્રહ જે બહાર છે તે HD 260655c છે. તે દર 5.7 દિવસે તારાની પરિક્રમા કરે છે.
HD 260655c પૃથ્વી કરતાં 1.5 ગણો મોટો છે. આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે આ બંને ગ્રહ ખડક જેવા છે.મલ્ટિપ્લેનેટ સિસ્ટમની શોધથી વૈજ્ઞાનિકો ખૂબ જ ઉત્સાહિત છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિસ્ટમ પૃથ્વીની આસપાસના વિસ્તારોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. કેલિફોર્નિયાના પાસાડેનામાં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની બેઠકમાં વૈજ્ઞાનિકો શોધના પરિણામો વિશે સમજાવશે.