અગ્નિપથ વિરુદ્ધ ભારત બધને પગલે 500 ટ્રેન રદ કરાઇ
બિહાર, યુપી, ઝારખંડ સહિતના રાજ્યોમાં શાળાઓને બંધ કરવાના આદેશ
દિલ્હી-નોઇડા-ગુરુગ્રામમાં કલાકો સુધી જામ
સેનાની અગ્નિપથ યોજનાનો ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણા સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. તેના પગલે રેલવેએ RPF અને GRPને એલર્ટ મોડ પર રાખી છે. આ સિવાય ઉપદ્રવીઓ પર ગંભીર કલમ અંતર્ગત કેસ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. સોમવારે સવારથી દિલ્હી-નોઈડા-દિલ્હી ફ્લાઈવે, મેરઠ એક્સપ્રેસ, આનંદ વિહાર, સરાય કાલે ખા, પ્રગતિ મેદાન અને દિલ્હીના અન્ય ભાગમાં ભારે ટ્રાફિક જામ છે. બીજી તરફ કોંગ્રેસના દેખાવકારોએ દિલ્હી શિવાજી બ્રિજ સ્ટેશન પર ટ્રેનને રોકી છે. પછીથી પોલીસે ટ્રેનને રોકનાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
રેલવે મંત્રાલયે સોમવારે માહિતી આપી છે કે અગ્નિપથ યોજનાને થઈ રહેલા આંદોલનના કારણે 181 મેલ એક્સપ્રેસ અને 348 પેસેન્જર ટ્રેનને કેન્સલ કરવામાં આવી છે. 4 મેલ એક્સપ્રેસ અને 6 પેસેન્જર ટ્રેનને આંશિક રૂપથી રદ કરવામાં આવી છે. કોઈ પણ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી નથી. મહિન્દ્રા ગ્રુપના CEO આનંદ મહિન્દ્રાનું કહેવું છે કે તેઓ આ હિંસા મુદ્દે ઘણા દુ:ખી છે. તેમણે એલાન કર્યું છે કે તેઓ પોતાના ગ્રુપમાં અગ્નિવીરોને તક આપશે.
નોઈડા ગેટથી જીઆઈપી મોલ સુધી જામ છે, મહામાયા પર આ જામ લગભગ 2 કિલોમીટર લાંબો છે. ચિલ્લા બોર્ડર પર નોઈડા-લિન્ક રોડ પર ખૂબ ટ્રાફિક જામ છે. ભારત બંધના પગલે પોલીસે ચેક પોસ્ટ બનાવી છે, જેના કારણે ગાડીઓને રોકવાની ફરજ પડી છે. ટ્રાફિક પોલીસે લોકોને મોતીલાલ નહેરુ માર્ગ, અકબર રોડ, જનપથ અને માન સિંહ રોડથી સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યાની વચ્ચે ન જવાની સલાહ આપી હતી.
કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષોએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે આ યોજનાના વિરોધમાં આજે દેશભરમાં પ્રદર્શન કરવામાં આવશે. બિહાર, યુપી, ઝારખંડ સહિત ઘણાં રાજ્યોમાં તમામ શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઝારખંડનાં શાળા શિક્ષણ અને સાક્ષરતાએ માહિતી આપી કે 20 જૂને ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રહેશે. તેમણે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. બિહાર અને યુપીમાં પણ ભારત બંધ દરમિયાન તમામ