અગ્નિપથ યોજનાને લઈને આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે
દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરવામાં આવી છે.
દિલ્હીની સરહદો પર ભયંકર ટ્રાફિક જામ લાગ્યો છે
અગ્નિપથ યોજનાને લઈને આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.જેમાં પ્રદર્શન કરી રહેલા સંગઠનો દિલ્હી કૂચની વાત કહી હતી. આ જ કારણે દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરવામાં આવી છે. હાલમાં દિલ્હીની સરહદો પર ભયંકર ટ્રાફિક જામ લાગ્યો છે.
જેમાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા અલગ અલગ વિદ્યાર્થીઓની સાથા સેથા વિપક્ષી પાર્ટીઓએ પણ ભારત બંધના એલાનની સમર્થન આપ્યું છે. તેમાં મુખ્ય ફોક્સ દિલ્હી પર હતું.અલગ અલગ સંગઠનોએ દિલ્હી કૂચની વાત કહી હતી. તેને ધ્યાનમાં રાખી પોલીસ એલર્ટ પર આવી ગઈ છે.સવારથી દિલ્હી તરફ આવી રહેલા લોકોની કડક તપાસ થઈ રહી છે. બેરીકેંડીંગના કારણે કેટલીય જગ્યાએ ગાડીઓ ફસાઈ હતી, જેના કારણે લાંબો જામ લાગી ગયો હતો.
ગુરુગ્રામમાં સવાર સવારમાં ઓફિસ ટાઈમે લાંબો જામ લાગ્યો હતો. અગ્નિપથ યોજનાના વિરોધમાં અમુક સંગઠનો દેશભરમાં ભારત બંધના આહ્વાનની વચ્ચે દિલ્હી-ગુરુગ્રામ સરહદ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ જામ ફક્ત દિલ્હી આવનારા રસ્તા પર હતો, હકીકતમાં જોઈએ તો, દિલ્હી પોલીસે બોર્ડર પર ક઼ડકાઈ સાથે પુખ્તો બંદોબસ્ત કર્યો છે.