રાજ્યમાં 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ મધ્યથી ભારે વરસાદ રહેશે
ચોમાસાની હાજી તો શરૂઆત છે ત્યાં મેઘરાજા આપણાપર મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 ઇંચ થી લઇ 4 ઈંચ રાજ્યમાં વરસાદ થયો હતો. અને જો વાત ગઈકાલ ની તો રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરતમાં વરસાદી ઝાપટું પડતા વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી હતી. તો બીજી બાજુ અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ
સુરતના કામરેજમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો
અન્ય 11 તાલુકાઓમાં 1 થી દોઢ ઈંચ વરસાદ
જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, સુરતના કામરેજમાં 5.5 ઇંચ નવસારી તથા જલાલપોર તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ અન્ય 11 તાલુકાઓમાં 1થી દોઢ ઈંચ વરસાદ આવ્યો છે.
રાજ્યમાં મેઘમહેર થયા છે ત્યારે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 2 દિવસ મધ્યથી ભારે વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, રાજકોટ વલસાડ, નવસારી ડાંગ તાપી. સુરત સહિતમાં વરસાદ રહેશે.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા,નડિયાદ ખેડા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પાટણમાં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ મધ્યથી ભારે વરસાદ રહેશે તથા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ સહિત વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે.
રાજ્યમાં 25 જૂનથી 3 જુલાઇ સુધી વાવણીલાયક વરસાદ વરસશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.