ભારતીય શેરબજાર(Stock Market)ના ઘટાડા ઉપર લાગી બ્રેક
વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ખરીદી નજરે પડી
એશિયાની બજારોમાં તેજીના કારોબારની અસર ભારતીય શેરબજાર ઉપર દેખાઈ
આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ 51,470.03 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ છેલ્લી બંધ સપાટી કરતા 109.61 અંક મુજબ 0.21% વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 41 પોઇન્ટ મુજબ 0.27 ટકા તેજી સાથે કારોબારનો પ્રારંભ કરી રહ્યો છે. આજે નિફટી 15,334.50 ઉપર ખુલ્યો છે.
વૈશ્વિક બજારોમાંથી સુસ્તીના સંકેત મળી રહ્યા છે. જો કે યુએસ માર્કેટ આજે બંધ રહેશે પરંતુ શુક્રવારના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો શુક્રવારે ડાઉ જોસ 500 પોઈન્ટની રેન્જમાં નજીવા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. 235 દિવસના નીચા સ્તરેથી રિકવર થઈ બંધ થયા હતા. આ સિવાય નાસ્ડેકમાં મજબૂતી જોવા મળી હતી અને આ ઇન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
એક્સપાયરીના કારણે માર્કેટમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. છેલ્લા એક કલાકમાં દિગ્ગજ આઇટી શેરોમાં આવેલા રિબાઉન્ડને કારણે બજારને સપોર્ટ મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષના અંત સુધીમાં આર્થિક મંદી આવી શકે છે. આ સિવાય યુરોપિયન બજારોમાંથી મિશ્ર એક્શન જોવા મળ્યું હતું. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં ખરીદી જોવા મળી રહી છે અને આ ઈન્ડેક્સ 34 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
યુએસ માર્કેટની ગત સપ્તાહની સ્થિતિ
ડાઓ -4.8%
S&P 500 -5.8%
નાસ્ડેક -4.8%
આ સપ્તાહની મહત્વની બાબત
- ફેડ ચેરમેન યુએસ કોંગ્રેસ સમક્ષ નિવેદન આપશે.
ECB ચેરમેન યુરોપિયન સંસદમાં નિવેદન આપશે.
યુએસ હાઉસિંગ અને મેન્યુફેક્ચરિંગ ડેટા જાહેર થશે.