ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે
મોદી એક સાથે હજારો કરોડના કામોની ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યા છે.
5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે ત્યારે રાજ્યને અનેક ભેટો પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત હવે શ્રેષ્ઠ પરિવહન સેવા આપવા માટે કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર છે ત્યારે વડોદરામાં PM મોદી એક સાથે હજારો કરોડના કામોની ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યા છે. સવારમાં પાવાગઢમાં દર્શન બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા જ્યાં તેમણે લાખોની ભીડ વચ્ચે સંબોધન કર્યું તેમજ હજારો કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કર્યું છે. ખાસ કરીને રેલવેના કુલ 5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આજે પ્રધાનમંત્રી દ્વારા મહિલાની સગર્ભાવસ્થાથી માંડીને 1000 દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરવામાં આવી છે. આ સાથે જ, રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’ લોન્ચ કરવામાં આવી છે અને આ યોજનાના લાભ હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે જે કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેનાથી ગુજરાતનાં હજારો મુસાફરોને લાભ થવા જઈ રહ્યો છે. આજથી ગુજરાતમાં અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થઈ રહી છે. નોંધનીય છે કે આ રૂટ પર ટ્રેનો વર્ષોથી ચાલતી હતી પરંતુ ટ્રેનના પાટાને પહોળા કરવાના કામ માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રેન બંધ હતી. જોકે આજથી ફરીથી પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થઈ રહી છે જેનાથી અમદાવાદથી સાળંગપુર દાદાના દર્શન તથા ગણેશપુરા જેવા મંદિરે જતાં યાત્રાળુઓ માટે ખાય સુવિધા રહેશે.
કેટલા રૂટ પર દોડશે ટ્રેનો?
- અમદાવાદ-બોટાદ
- લુનિધાર-ઢસા
- પાલનપુર-રાધનપુર