વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી નીકળીને વડોદરા પહોંચી ગયા
મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભાવાદન ઝીલ્યું હતું
લેપ્રસી મેદાન ખાતે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી નીકળીને વડોદરા પહોંચી ગયા છે. ત્યાં વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન પહોંચ્યા છે. જ્યાં મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભાવાદન કર્યું હતું. આ પહેલા મોદીએ ગાડીમાં બેઠા બેઠા રસ્તામાં ઉભેલા લોકોનું પણ અભિવાદન કર્યું હતું. મોદીનો કાફલો એરપોર્ટ પરથી નીકળ્યા બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો.
પીએમ મોદીએ પોતાના હિન્દીમાં ભાષણ દરમિયાન વચ્ચે વચ્ચે ગુજરાતીમાં પણ બોલી રહ્યા છે.અભેધ સુરક્ષા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેલેપ્રસી મેદાનમાં પાંચ જિલ્લાઓમાંથી આવનારા અંદાજીત 5 લાખ લોકોને સંબોધશે. વડાપ્રધાન આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યા હતાજ્યારે વડાપ્રધાન લેપ્રસી મેદાન ખાતે પહોચશે ત્યારે તેમનું રંગારંગ કાર્યક્રમથી ભવ્ય સ્વાગત પણ થશે. વડાપ્રધાન સ્ટેજ પરથી રૂા.21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુર્હૂત કરશે
.વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં આઈપીએસ કક્ષાના 20 અધિકારી,ડીવાયએસપી કક્ષાના 35 અધિકારી, પીઆઈ કક્ષાના 100 અધિકારી,પીએસઆઈ કક્ષાના 200 અધિકારી,2 હજાર મહિલા પોલીસ કર્મચારી તેમજ અન્ય જિલ્લાના 2 હજાર પોલીસ કર્મચારી,એસઆરપીની 5 કંપની, એનએસજી અને ચેતક કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે. લેપ્રસી મેદાન ખાતે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. લેપ્રેસી મેદાનમાં સભા તરફ જતા લોકો માટે તમામ રસ્તા ખુલ્લા રહેશે.