10 જુલાઇ 2022 રવિવારેથી ચાતુર્માસની શરૂઆત થાય છે
ચાતુર્માસ હિન્દૂ ધર્મ તેમજ જૈન ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે
ભગવાન વિષ્ણુ આ ચાર મહિના નિદ્રાની મુદ્રામાં જતા રહે છે
અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસ સુધીના સમયને ચાતુર્માસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે 10 જુલાઇ 2022 રવિવારેથી ચાતુર્માસની શરૂઆત થાય છે જે ચાર મહિના સુધી રહેશે.આ ચાતુર્માસ હિન્દૂ ધર્મ તેમજ જૈન ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ 4 મહિનાઓમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે જેથી મનુષ્ય તંદુરસ્ત, સુખી અને મૃત્યુ બાદ ઉત્તમ લોક પ્રાપ્ત કરી શકે છે. પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને ભવિષ્યપુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ આ ચાર મહિના નિદ્રાની મુદ્રામાં જતા રહે છે અને દેવઉઠી અગીયારસ પર તેમની નિંદ્રા ખુલે છે. દેવ શયનથી દેવ ઉઠવા અથવા જાગવાના સમયને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. ચાર મહિનાના અ સમયગાળને ભલે શુભ કાર્યો કરવા માટે યોગ્ય ન માનવામાં આવતા હોય. પરંતુ ધ્યાન અને દષ્ટિથી આ ખૂબ જ મહત્વપૂર્ણ અંતરાળ હોય છે સાથે જ તેનાથી શારીરિક અને માનસિક સ્થિતિ પણ સારી રહે છે. ચાતુર્માસમાં તમે શું કરો છો અને શું નહીં તેનું પણ ખાસ મહત્વ છે.
ચાતુર્માસમાં ભૂલથી પણ ન કરતા આ કાર્ય:
- શાસ્ત્રો અનુસાર દેવોના સુઈ જવા પર શુભ કાર્યોને કરવામાં આવતા નથી. ચાતુર્માસ વખતે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે માંગલિક કાર્યો નથી કરવામાં આવતા.
- આ સમય દરમિયાન કોઈ પણની નિંદા, ચુગલી અથવા કોઈની સાથે છેતરપિંડી ન કરવી. જોકે આવા કાર્યો ચાતુર્માસ જ નહીં કોઈ પણ માસમાં ન કરવા જોઈએ.
- માન્યતા છે કે જો તમે ચાતુર્માસ વખતે શરીર પર તેલ લગાવો છો તો એવામાં તમારે ધનની કમીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ આ સમયે તાંબાના વાસણોમાં ભોજન કરવાથી બચવું જોઈએ.
- તુલસી સાથે ભગવાન વિષ્ણુનો સંબંધ માનવામાં આવે છે અને તેનું અપમાન શ્રી હરિને નારાજ કરી શકે છે. તુલસીની સાંજે પુજા ન કરવી અને ભૂલથી પણ સાંજે તેના પત્તા ન તોડવા.