નરેન્દ્ર મોદી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે.
માતાજીના મંદિરે અલગ-અલગ પ્રકારની લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે
પાવાગઢ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
PM મોદી આજ રોજ સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારે આવતીકાલે PM મોદી પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે. PM મોદીના આ આગમનને લઇને ચુસ્ત રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. PM મોદીના આગમનને લઈને પાવાગઢ પોલીસ છાવણીમાં ફેરવાય ગયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે અલગ-અલગ પ્રકારની લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે. પાવાગઢમાં પહેલા ક્યારેય ના જોયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.
પીએમ મોદીના હસ્તે જે ધ્વજારોહણ થવા નું તેને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે, અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું તેનું શિખર ખંડિત હતું જેને લઈ તેની પર હજારો વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે. હજારો વર્ષો બાદ પાવાગઢ નિજ મંદિર પર ધ્વજારોહણ થવાનું હોય આ ક્ષણને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શક્તિ ઉપાશક હોઈ માં મહાકાળી માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. હમણાં થોડા દિવસ પહેલા તેમણે જાતે જ જાહેરાત કરી કે, પાવાગઢ ખાતે દર્શન કરવાની તેમની ઈચ્છા છે. જોકે તેમની તે ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે. વડાપ્રધાનના આગમનને લઈ મંદિર ટ્રસ્ટ, સ્થાનિક પ્રજાજનો સહિત સમગ્ર ગુજરાત ઉત્સાહિત છે. પીએમના આગમન અને નિજ મંદિર દર્શન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.