Hybrid Immunity વાળા લોકોમાં કોરોનાથી પ્રોટેક્શન સૌથી મજબૂત
નવા નવા વેરિએન્ટને ધ્યાનમાં રાખીને Hybrid Immunity ખૂબ જ જરૂરી
હજુ પણ ઘણા દેશોમાં વેક્સીનેશનની રફ્તાર ચિંતાનું કારણ
દુનિયા લગભગ 2 વર્ષોથી કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહી છે. વેક્સીનના બૂસ્ટર ડોઝ બાદ પણ સંક્રમણ રોકાઈ નથી રહ્યું અને વાયરસના નવા નવા વેરિએન્ટ આવી રહ્યા છે. આટલું જ નહીં મેડિકલ સાયન્સ આ વિશે કંઈ પણ ચોક્કસ કહી શકવાની સ્થિતિમાં નથી કે આખરે આ વાયરસનું પરિણામ ક્યારે મળશે? એવામાં હવે સાયન્ટિસ્ટ્સે Hybrid Immunityને કોરોના વિરૂદ્ધ અચુક હથિયાર જણાવ્યું છે.નવી સ્ટડીમાં ઘણી વાતો સામે આવી છે જેનાથી કોરોનાથી બચવાની દિશામાં મોટો ક્લૂ મળી શકે છે. તેનાથી જાણકારી મળે છે કે કયા લોકો પર કોરોના વાયરસ ઓછી અસર બતાવે છે અને કયા લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
ઈમ્યુનિટીનો કોરોનાથી બચાવમાં કેટલો રોલ છે અને આગળ જઈને કયા હેલ્થ ફેક્ટર કોરોનાથી વ્યક્તિની જંગમાં વધારે મદદગાર સાબિત થશે?હાઈબ્રિડ ઈમ્યુનિટી શરીરની અંદર એ લડવાની તાકત છે જે વાયરસના ઈન્ફેક્શન એટલે કે હર્ડ ઈમ્યુનિટી અને વેક્સીન લીધા બાદ શરીરની અંદર પેદા થાય છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે દુનિયામાં કરોડો લોકો સંક્રમિત થયા છે અથવા તો વાયરસના અસરમાં આવેલી તેમના શરીરમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ ગઈ છે અને એવામાં Hybrid Immunity મોટી સંખ્યામાં લોકોને ફ્યુચરમાં સંક્રમણથી બચાવવામાં કારગર સાબિત થઈ શકે છે.હાલમાં જ કરવામાં આવેલી એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે ફક્ત સંક્રમણ અથવા વેક્સીનેશનથી બનેલી એન્ટીબોડીની તુલનામાં Hybrid Immunity વધારે પ્રભાવી છે.
એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે એક શખ્સ જે સંક્રમિત થઈ ચુક્યો છે અને વેક્સીનનો એક ડોઝ પણ લઈ ચુક્યો છે તેનામાં એવા લોકોની તુલનામાં 58 ટકા રિ-ઈન્ફેક્શનના ચાન્સ છે. તેની તુલનામાં જે લોકોના શરીરમાં નેચરલ ઈમ્યુનિટી વિકસિત થઈ છે. જ્યારે બે ડોઝ Hybrid Immunity વાળા લોકોમાં રિ-ઈન્ફેક્શનના 66 ટકા ઓછા ચાન્સ હોય છે. ભારતમાં થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું કે એક ડોઝ વેક્સીન પ્લસ નેચરલ ઈમ્યુનિટીથી ઉત્પન્ન એન્ટીબોડીથી કોરોના વિરૂદ્ધ સૌથી વધારે પ્રોટેક્શન મળે છે. જેના હેઠળ ઈઝરાયલમાં થયેલી એક સ્ટીડમાં જાણવા મળ્યું કે ફક્ત બે ડોઝ વેક્સીન અથવા નેચરલ ઈમ્યુનિટીની તુલનામાં હાઈબ્રિડ ઈમ્યુનિટીની અસર ખૂબ વધારે હોય છે.