સરકારના વિભિન્ન વિભાગમાં 1 માર્ચ 2020 સુધી 8.72 લાખ પદ ખાલી હતા
કેન્દ્ર સરકારના બધા વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદ છે
કર્મચારીઓની સંખ્યા 32 લાખથી ઓછી છે
કેન્દ્રીય મંત્રી કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગનાં ડો. જિતેન્દ્ર સિંહે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં સસંદમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગમાં 1 માર્ચ 2020 સુધી 8.72 લાખ પદ ખાલી હતા. હાલ આંકડા વધી ગયો હશે. આ ઉપરાંત એ પણ જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બધા વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદ છે જેમાં 31 લાખ 32 હજાર પદો પર વર્તમાનમાં કર્મચારી નિયુક્ત છે. આ રીતે 8.72 લાખ પદો પર ભરતીની જરૂર છે.કેન્દ્ર સરકારે 40 લાખથી વધારે પદ સ્વીકૃત કર્યા છે પણ કર્મચારીઓની સંખ્યા 32 લાખથી ઓછી છે
સૌથી વધારે ખાલી સ્થાન પોસ્ટ, ડિફેન્સ (સિવિલ), રેલવે અને રાજસ્વ જેવા મોટા મંત્રાલયો અને વિભાગોમાં છે. રેલ મંત્રાલયમાં લગભગ 2.3 લાખ પદ ખાલી છે.આ રીતે રક્ષા નાગરિક વિભાગમાં લગભગ 6.33 લાખ કર્મચારીઓના સ્વીકૃત પદના મુકાબલે લગભગ 2.50 લાખ સ્થાન ખાલી છે. પોસ્ટ વિભાગમાં કુલ સ્વીકૃત પદોની સંખ્યા 2.67 લાખ છે જ્યારે લગભગ 90,000 પદ ખાલી પડ્યા છે. આ રીતે રાજસ્વ વિભાગમાં 1.78 લાખ કર્મચારીઓ માટે સ્વીકૃત પદ છે જેમાંથી લગભગ 74,000 પદો ખાલી પડ્યા છે. ગૃહ મંત્રાલયમાં સ્વીકૃત 10.8 લાખ પદના મુકાબલે લગભગ 1.3 લાખ પદ ખાલી પડ્યા છે.
આટલા પદની જગ્યા ખાલી છે:
- સિવિલ ડિફેન્સ – 2.47 લાખ
- રેલવે – 2.37 લાખ
- હોમ મિનિસ્ટ્રી – 1.28 લાખ
- પોસ્ટ વિભાગ – 90,050
- રાજસ્વ વિભાગ – 74,000
- ઓડિટ, એકાઉન્ટ વિભાગ – 28,237