સરકારની ‘અગ્નિપથ’ સ્કીમનો દેશભરમાં થઇ રહ્યો છે વિરોધ
વિરોધમાં રોહતકમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
બિહારમાં દેખાવ કરતાઓએ ટ્રેન સળગાવી દીધી
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ શરૂ થયો છે. બિહારમાંથી નીકળેલી ચિંગારી યુપી, હરિયાણા, હિમાચલ સહિતના અન્ય રાજ્યો સુધી પહોંચી ગઈ છે. દુઃખદ વાત એ છે કે હરિયાણાના રોહતકમાં આ યોજનાના વિરોધમાં એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ પલવલમાં હોબાળો કરી રહેલ વિદ્યાર્થીઓએ પોલીસની ત્રણ ગાડીને સળગાવી દીધી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ચૂંટણી અભિયાન માટે જઈ રહેલી મોદીની રેલીમાં વિરોધ વ્યક્ત કરવા જઈ રહેલા યુવાઓને રોકવામાં આવ્યા હતા. યુપીમાં પણ અભિયાનની વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા હતા.એક યુવકે આજે રોહતકની પીજી હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. યુવકનું નામ સચિન હતું. તે જીંદ જિલ્લાના લિજવાન ગામનો રહેવાસી છે. તે સેનાની ભરતીની નવી પોલીસી અગ્નિપથથી હેરાન હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે સેનાની ભરતી કેન્સલ થવાથી અને ચાર વર્ષની અગ્નિપથ યોજના આવવાથી નારાજ થઈને સચિને આ પગલુ ભર્યું છે.
દેખાવકારોએ ગુરુવારની સવારથી જ મુંગેરમાં પટના-ભાગલપુર મુખ્ય માર્ગને સાફિયાબાદની પાસે જામ કરી દીધો છે. નવાદામાં ઘણા યુવાઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધ પ્રજાતંત્ર ચોક પર દેખાવો કરી રહ્યા છે. બીજી તરફ, જહાનાબાદમાં વિદ્યાર્થીઓએ ગયા-પટના રેલવેટ્રેકને જામ કરી શહેરમાં વિવિધ જગ્યાઓએ આગ લગાવી છેબક્સરમાં પણ સેના બહાલીમાં TOD(ટૂર ઓફ ડ્યૂટી) હટાવવાને લઈને બીજા દિવસે પણ દેખાવો થયા છે. દેખાવો કરતાં-કરતાં મોટી સંખ્યામાં યુવકો કિલા મેદાનના રસ્તાઓ પર નીકળી પડ્યા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ઉમેદવારોએ નારાઓ લગાવ્યા હતા. જોકે દેખાવોની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. હાલ તમામ દેખાવકારો કિલા મેદાનથી સ્ટેશન રોડ તરફ વધી રહ્યા છે. બીજી તરફ સ્ટેશન પર પણ પોલીસ દેખરેખ રાખી રહી છે.
જહાનબાદમાં વિદ્યાર્થીઓએ પટના-ગયા રેલખંડને ટાર્ગેટ બનાવતાં પટના-ગયા મેમુ ગાડીને જહાનાબાદ સ્ટેશનની પાસે રોકીને દેખાવો કર્યા હતા. ટ્રેન રોકવાની માહિતી પછી રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વિદ્યાર્થીઓને સમજાવવામાં લાગી છે. બીજી તરફ વિદ્યાર્થીઓએ શહેરના સ્ટેશન વિસ્તારના કાકો મોડની પાસે રસ્તા પર આગ લગાવીને રસ્તાને જામ કરી દીધો છે.છપરાના દુધઈલા મોડની નજીક યુવાઓએ રસ્તો જામ કરીને આગ લગાવી હતી. આ દરમિયાન ઉમેદવારોએ અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ કર્યો હતો. છપરાના મશરખમાં પણ યુવાઓએ સરકારની સ્કીમની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. તેમણે છપરા થાવે રેલવે લાઈન પર દેખાવો કરતા ટ્રેનને રોકી દીધી. આ સિવાય દેખાવકારોએ મીડિયાને પણ કવરેજ કરતા અટકાવ્યું હતું.દેખાવકારોએ કહ્યું રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી કે અગ્નિપથ સ્કીમ અંતર્ગત અંગ્નિવીરોની નિમણૂંક થશે, જેમને 4 વર્ષ માટે સેનામાં નોકરી આપવામાં આવશે. 4 વર્ષ પછી 75 ટકા જવાનોને 11 લાખ રૂપિયા આપીને ઘરે પરત મોકલી દેવામાં આવશે. માત્ર 25 ટકાની સર્વિસમાં જ થોડો વધારો કરવામાં આવશે. આ નિયમને લઈને હાલ હોબાળો અને દેખાવો થઈ રહ્યો છે.