પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલ પહેલાથી સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાન્ડનો ભાગ છે.
પૃથ્વી-2 એ સ્વદેશમાં વિકસિત પરમાણુ-સક્ષમ મિસાઇલ છે.
આ પૃથ્વીની સપાટી પર હુમલો કરનારી શૉર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે
DRDO દ્વારા વિકસિત પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલ પહેલાથી સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાન્ડનો ભાગ છે. રક્ષા મંત્રાલયના અનુસાર, ચાંદીપુરમાં ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ(ITR)થી સપાટીથી સપાટી પર હુમલો કરનારી મિસાઈલનું પરીક્ષણ બુધવાર સાંજે અંદાજિત 7:30 વાગ્યે કરાયું હતું. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મિસાઇલ એક સિદ્ધ પ્રણાલી છે અને ખુબ ઉચ્ચ સ્તરની સટીકતા સાથે લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે.
આ પહેલા ઓડિસાના બાલાસોર કિનારે આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, સપાટીથી સપાટી પર હુમલો કરનારી આ મિસાઇલ પરમાણુ હથિયાર લઇ જવામાં પણ સક્ષમ છે. પૃથ્વી-2 એ સ્વદેશમાં વિકસિત પરમાણુ-સક્ષમ મિસાઇલ છે તેમજ તેની મારક ક્ષમતા 350 કિમી છે. આ પોતાની સાથે શસ્ત્ર લઇ જવામાં પણ સક્ષમ છે અને જુડવા એન્જિન દ્વારા સંચાલિત છે.
ઉલ્લેખનીય છે કે આ પૃથ્વીની સપાટી પર હુમલો કરનારી શૉર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે. પૃથ્વી-2 મિસાઇલ 500-1000 કિલોગ્રામ સુધી શસ્ત્ર લઇ જવામાં સક્ષમ છે અને તેના 2 એન્જિન પ્રવાહી ઈંધણથી ચાલે છે. દેશમાં વિકસિત થયેલી આ મિસાઇલ 150થી 600 કિલોમીટર સુધી નિશાન ભેદી શકે છે. પૃથ્વી સીરીઝની ત્રણ મિસાઇલ છે. પૃથ્વી-1, પૃથ્વી-2, પૃથ્વી-3. તેની મારક ક્ષમતા ક્રમશઃ 150, 350 અને 600 કિલોમીટર સુધી છે.