તમારા શરીરમાં વિટામિન-બી, આયર્ન અને ઈલેક્ટ્રોલાઈટની ઉણપ હોઈ શકે છે
સૂતી વખતે પગના અંગૂઠામાં દુઃખાવો ડાયાબિટીસને કારણે પણ થઈ શકે છે
પેરિફેરલ ન્યૂરલ ડિસીઝમાં નસ અનેક રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.
સૂતી વખતે પગમાં દુઃખાવો, ઘૂંટણમાં દર્દ થાય છે તો આ બધું દિવસભરના થાકને કારણે હોય શકે છે.પરંતુ તમને રોજ પગ અને ઘૂંટણમાં દુઃખાવો રહેતો હોય અને પગમાં બળતરા બળતી હોય તો આ માટે બે કારણ જવાબદાર હોઈ શકે છે. પહેલું એ કે તમારા શરીરમાં વિટામિન-બી, આયર્ન અને ઈલેક્ટ્રોલાઈટની ઉણપ હોઈ શકે છે. બીજુ કે તમારા શરીરમાં કોઈ બીમારી હોય. તમે પગ કયા કારણે દુખે છે તો તે જાણવું જરૂરી છે. સૂતી વખતે પગના અંગૂઠામાં દુઃખાવો ડાયાબિટીસને કારણે પણ થઈ શકે છે તેમજ ડાયાબિટીસના દર્દીઓને હાઈબ્લડ શુગરને કારણે બ્લડ વેસલ્સ ધીમી પડી જાય છે.
આ સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓને પગમાં બેચેની અને દુઃખાવો રહે છે. રાતના સમયે બેચેની વધારે વધી જાય છે. પેરિફેરલ ન્યૂરલ ડિસીઝમાં નસ અનેક રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કોઈ દુર્ઘટના કે નીચે પડવાથી અથવા રમતમાં ઈજાગ્રસ્ત થવાથી પણ થઈ શકે છે. આ સિવાય ડાયાબિટીસ, ગુઈલેન-બૈર સિન્ડ્રોમ અને કાર્પલ ટનલ સિન્ડ્રોમ અને સોજોગ્રેન સિન્ડ્રોમ સહિત અને ઓટોઈમ્યૂન રોગોથી પણ આ સમસ્યા પેદા થઈ શકે છે.રાત્રે સૂઈએ ત્યારે રોજ પગનો દુઃખાવો અને બળતરા થતી હોય તો તે ઓસ્ટિયોઆર્થરાઈટિસનાં પણ લક્ષણ હોઈ શકે છે. જેમાં બીમારી એક ડિજનરેટિવ ડિસીઝ છે.
જેનાં લક્ષણ સમયની સાથે વધે છે. જેમાં સાંધાનાં હાડકાં પર ચડેલી કાર્ટિલેજની પરત ખરાબ થવા લાગે છે. અને હાડકાં રફ થઈ જાય છે. આ જ કારણે રાત્રે સૂતા સમયે પગમાં અલગ પ્રકારની બેચેની અને દુઃખાવાનો અહેસાસ થાય છે.પાર્કિસન રોગ એક જિનેટિક બીમારી છે અને આ બીમારીમાં શરીરની નર્વ સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે અને હાથ અને પગ સહિત શરીરના અનેક ભાગ ધીમે ધીમે પ્રભાવિત થાય છે. જ્યારે આ બીમારીની શરૂઆત થાય છે તો તમને સૂતી વખતે પગમાં બળતરા, કંપન અને બેચેની અનુભવાય છે. આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.