આજના સમયમાં નવજાત બાળકોમાં પણ જોવા મળે છે હાર્ટની બીમારીઓ
4 વર્ષના બાળકને હાર્ટએટેક આવ્યો: મ બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો
જો સમયસર તેને શોધી કાઢવામાં આવે તો યોગ્ય સારવાર થઈ શકે છે.
આજના સમયમાં ખોરાક અને સ્વાસ્થ્યને લઇ લોકોમાં જોઈએ તેવી જાગૃતતા જોવા મળતી નથી, પરિણામે લોકોને વિવિધ બીમારીઓનો ભોગ બનવું પડે છે. ત્યારે હવે તો નાના બાળકોમાં વિવિધ બીમારીઓ જોવા મળતી હોય છે. ત્યારે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. આજકાલ હ્રદય રોગ સબંધિત બીમારીઓ અને તેનાથી થતાં ગંભીર નુકસાનના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. લોકો નાની ઉમરમાં પણ હ્રદય રોગના શિકાર બને છે અને ઘણા લોકો તેને લઈને ગંભીર પરિણામો પણ ભોગવે છે. તાજેતરના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે થોડા વર્ષો અગાઉ જ US ના મિશિગનમાં જન્મેલા મેક્સ વિગલ નામના એક બાળકને હ્રદય સબંધિત બે બીમારીઓ હતી. આ માસૂમ બાળક જન્મની સાથે જ એટ્રીયલ સેપ્ટલ ડિફેક્ટ નામની બીમારી પોતાની સાથે લઈને આવ્યો હતો. આપને જણાવી દઈએ આ બીમારીમાં હ્રદયના ઉપલા ચેમ્બરમાં એક છેદ હોય છે. જેના કારણે ડાબી બાજુનું નિલય ફેલ થીય જાય છે જેને લેફ્ટ વેંટ્રીકુલર નોન કંપેક્શન કાર્ડિયોમાયોપથી કહેવાય છે.
એક અહેવાલ પ્રમાણે જ્યારે મેક્સે 2019માં હાર્ટ સર્જરી કરાવી ત્યારે તે 4 વર્ષનો હતો. સર્જરી બાદ જ્યારે તેને ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે તેનું વર્તન સામાન્ય કરતાં કઈક અલગ જોવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે તેને સ્ટ્રોક આવ્યો છે. સ્ટ્રોક બાદ તેના અડધા શરીરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે તે હવે સામાન્ય જીવન જીવી રહ્યો છે અને તેની ઉંમર 7 વર્ષની છે.ઘણા બાળકોને હૃદય સંબંધિત સમસ્યાઓ જન્મજાત હોય છે, જો સમયસર તેને શોધી કાઢવામાં આવે તો યોગ્ય સારવાર થઈ શકે છે. આ બધી સ્થિતિ એટ્રીયલ સેપ્ટલ ડિફેક્ટ (ASD)ને કારણે થઈ હતી. એએસડી શું છે? તેના લક્ષણો શું છે? અને જો બાળકોમાં કોઈ લક્ષણો જોવા મળે તો ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ ? ચાલો આ બધા જ પ્રશ્નોની આગળ ચર્ચા કરીએ.
ASD ધરાવતા ઘણા બાળકોમાં શરૂઆતમાં લક્ષણો નથી હોતા પરંતુ સમય જતાં તેઓ અહી દર્શાવેલા લક્ષણો બતાવી શકે છે. Myoclonic ના જણાવ્યા અનુસાર, જો તમારું બાળક નીચેનામાંથી કોઈપણ લક્ષણો દર્શાવે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
- હાંફ ચઢવી
- રમતી વખતે શ્વાસ લેવામાં તકલીફ
- થાકી જવું
- પગ અથવા પેટમાં સોજો
- હૃદયની રિધમ ધીમી અથવા ઝડપી
- હાર્ટ રેટ તેજ રહેવી
- ધબકતું હૃદય
સાઇનસ વેનોસસ (Sinus venosus) :
આ એક દુર્લભ પ્રકારનો ASD છે જે સામાન્ય રીતે હૃદયના ચેમ્બરને અલગ કરતી દિવાલના ઉપરના ભાગમાં થાય છે.
કોરોનરી સાઇનસ (Coronary sinus) :
આ દુર્લભ પ્રકારનો ASD કોરોનરી સાઇનસ વચ્ચેની દિવાલમાં થાય છે.
સેકન્ડમ (Secundum):
આ એએસડીનો સૌથી સામાન્ય પ્રકાર છે. તે હૃદયના ઉપલા ચેમ્બર (એટ્રીયલ સેપ્ટમ) ની વચ્ચે દિવાલની મધ્યમાં સ્થિત છે.
પ્રિમમ (Primum) :
આ પ્રકારનો ASD એટ્રીઅલ સેપ્ટમના નીચેના ભાગને અસર કરે છે અને તે જન્મજાત હોઈ શકે છે.
એટ્રીયલ સેપ્ટલ ખામીને કારણે સમસ્યાઓ:
જો કોઈના હૃદયમાં મોટું કાણું હોય તો તે ખતરનાક બની શકે છે અને પછીથી આ સમસ્યાઓનું કારણ બની શકે છે.
- જમણા હૃદયની નિષ્ફળતા
- હૃદયની લય નિષ્ફળતા
- સ્ટ્રોક
- વહેલું મૃત્યુ
- હાઈ બ્લડ પ્રેશર
- ફેફસાને નુકસાન