પાનને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે
આર્થિક સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદરૂપ બને છે
હનુમાનજીને મીઠા પાન અર્પિત કરો
પાન તેના સ્વાદની સાથે સાથે તે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે. દેવી-દેવતાઓની પૂજા અને હવન વગેરેમાં પણ પાનના ઉપયોગને અતિ શુભ માનવામાં આવે છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાન નોકરી કે વેપારમાં પણ સફળતા અપાવવાની સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદરૂપ બને છે.હનુમાનજીને મીઠા પાન અર્પિત કરો. માનવામાં આવે છે કે હનુમાનજીને પાન ખૂબ જ પસંદ છે. તેથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી લાંબા સમય સુધી તમારા કાર્યોમાં વિઘ્ન આવતા નથી અને તમને ઇચ્છિત સફળતા મળે છે.
જો તમને લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાઓ આવી રહી છે તો 1 પતાસુ અને 2 લવિંગ ઘીમાં ડૂબાવી અને પાન પર રાખો. હવે આ પાનને આગમાં સળગાવી દો. માન્યતા છે કે તેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવે છે.પાન નકારાત્મક ઉર્જાને દૂર કરનારા અને સકારાત્મક ઉર્જાને વધારે છે. તેથી નજર લાગેલા વ્યક્તિને પાનમાં ગુલાબની સાત પાંખડીઓ રાખીને ખવડાવો.