ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા. 17 જૂનનાં રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાનાર છે.
રાજકોટ ગ્રામ્યનાં વિસ્તારો માટે ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે
જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા. 17 જૂનનાં રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાનાર છે. જેને લઈને કાયદો અને વ્યવસ્થા ઉપર અસર ન થાય તે માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઠકકરે એક જાહેરનામુ બહાર પાડી તા.17 અને 18નાં રોજ જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને ડાયવર્ટ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.T-20 મેચ નિહાળવા માટે રાજકોટ તેમજ આસપાસનાં જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ પોત પોતાનાં વાહનો લઈને મેચ જોવા માટે આવનાર હોય આ દિવસે રાજકોટ- જામનગર હાઇવે પર ભારે ટ્રાફીક જામ થવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજકોટ ગ્રામ્યનાં વિસ્તારો માટે ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા મુજબ તા. 17નાં રોજ જામનગર તરફથી આવતા મોટા વાહનો જેમ કે ટ્રક, ટેન્કર , ટ્રેલર વગેરે વાહનોએ પડધરી, મોવેયા સર્કલથી ડાયવર્ઝન આપી ટંકારા થઈ રાજકોટ તરફ આવવાનું રહેશે. અથવા પડધરી, નેકનામ, મિતાણા થઈને રાજકોટ તરફ આવવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ 17 તારીખના સાંજ ના 4 વાગ્યાથી 18 તારીખના રાત્રિના 1 વાગ્યા સુધી થશે અને ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.