ક્રિકબઝના મતે આઈપીએલ 2023થી 2027 વચ્ચે ટીવી રાઇટ્સ 44,075 કરોડ રૂપિયામાં વેચાયા છે.
ગત વર્ષે સ્ટારે ટીવી અને ડિજિટલ રાઇટ્સ બન્ને 16348 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
પારદર્શી પ્રક્રિયા માટે ઇ-હરાજીનો વિકલ્પ પસંદ કર્યો છે
સોમવારે હરાજીના બીજા દિવસે ભારતીય ઉપમહાદ્વિપ માટે ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાના રાઇટ્સ વેચાઇ ગયા છે. ક્રિકબઝના મતે આઈપીએલ 2023થી 2027 વચ્ચે ટીવી રાઇટ્સ 44,075 કરોડ રૂપિયામાં વેચાયા છે. કઇ કંપનીએ આ રાઇટ્સ ખરીદ્યા તે વિશે માહિતી સામે આવી નથી. જોકે ટીવી પર એક મેચ બતાવવા માટે બ્રોડકાસ્ટિંગ કંપનીને 57.5 કરોડ રૂપિયા આપવા પડશે.
જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર એક મેચને દેખાડવા માટે 50 કરોડ રૂપિયા ચુકવવા પડશે. એટલે કે બીસીસીઆઈને એક મેચમાં 107.5 કરોડ રૂપિયા મળશે. ટેલિવિઝન રાઇટ્સની બેસ પ્રાઇઝ 49 કરોડ રૂપિયા હતી. જ્યારે ડિજિટલ રાઇટ્સની બેસ પ્રાઇસ 33 કરોડ રૂપિયા હતી. કુલ ચાર પેકેજમાંથી બે પેકેજ એ અને બી નું વેચાણ થઇ ગયું છે. ગત વર્ષે સ્ટારે ટીવી અને ડિજિટલ રાઇટ્સ બન્ને 16348 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ વખતે ટીવી અને ડિજિટલ રાઇટ્સ ગત વખતની સરખામણીમાં અઢી ગણા વધારે વેચાયા છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે બીસીસીઆઈએ શાનદાર કિંમતની શોધ અને પારદર્શી પ્રક્રિયા માટે ઇ-હરાજીનો વિકલ્પ પસંદ કર્યો છે.પેકેજ-એ માં ભારતીય ઉપમહાદ્વિપ એક્સક્લૂસિવ ટીવી (પ્રસારણ) અધિકાર છે. પેકેજ-બી માં ભારતીય ઉપમહાદ્વીપ માટે ડિજિટલ અધિકાર સામેલ છે. પેકેજ સી દરેક સિઝનમાં 18 ખાસ મેચોના ડિજિટલ અધિકારો માટે છે. જ્યારે પેકેજ ડી (બધી મેચો) વિદેશી બજાર અને ટીવી-ડિજિટલ માટે સંયુક્ત અધિકારના રહેશે.