દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
જાહેર કરવામાં આવેલામાં આંકડામાં ફરી એક વાર 6 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે.
એક્ટિવ કેસની 47, 995થી વધીને સંખ્યા 50,548 પર પહોંચી ગઈ છે.
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલામાં આંકડામાં ફરી એક વાર 6 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. દેશમાં હાલમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,32,36,695 થઈ ગઈ છે. તો એક્ટિવ કેસની 47, 995થી વધીને સંખ્યા 50,548 પર પહોંચી ગઈ છે. ભારતમાં એક દિવસમાં કોવિડ 19 અંતર્ગત 6594 નવા કેસો આવવાથી કુલ કેસની સંખ્યા 4,32,36,695 પર પહોંચી ગઈ છે. જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 50,548 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.12 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થનારા લોકોનો દર 98.67 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 2,553 કેસનો વધારો થયો છે. ડેટા અનુસાર, દૈનિક દર 2.05 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક દર 2.32 ટકા હતો. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,26,61,370 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા છે. દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 195.35 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.