ચાર વિકેટે જીત્યું દક્ષિણ આફ્રિકા
પાંચ મેચોની શ્રેણીમાં 2-0 થી આગળ
સતત બીજી ટી-20 મેચમાં હાર્યું ભારત
કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20માં પણ દક્ષિણ આફ્રિકાએ ભારતને ચાર વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચની T20I શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. T20માં સતત 12 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે સતત બે મેચ હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી હતી. ભુવનેશ્વર કુમાર સિવાય, અન્ય તમામ બોલરો બોલિંગમાં નબળા સાબિત થયા. ભુવનેશ્વરે ચાર વિકેટ ઝડપી હતી.ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા.
શ્રેયસ અય્યરે 40 રન બનાવ્યા હતા. તે જ સમયે, દિનેશ કાર્તિકે 21 બોલમાં અણનમ 30 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.હેનરિક ક્લાસને તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 46 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ તેની ઇનિંગની મદદથી મેચ જીતી લીધી હતી.હેનરિક ક્લાસને તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 46 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ તેની ઇનિંગની મદદથી મેચ જીતી લીધી હતી.