કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓ ED ઓફિસ બહાર નીકળ્યા તેવામાં પોલીસને ગેટ બંધ કરી દીધો હતો
કન્વેન્શન હોલની બહાર હેલ્મેટ સર્કલ પાસેના એક્ઝિટ ગેટની બહાર કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ED ઓફિસ બહાર નીકળ્યા તેવામાં પોલીસને ગેટ બંધ કરી દીધો હતો. જેને લઇને પોલીસ અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેટલાક કાર્યકર્તાઓ બહાર જવામાં સફળ થયા ત્યારે કેટલાક કન્વેન્શન હોલ પરિસરમાં જ રહ્યા હતાં. બહાર નીકળેલા કાર્યકરોએ રામધૂન કરી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એક બાદ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અમિત ચાવડા આવ્યા તે સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ. વિરોધ સમયે ડિહાઇડ્રેશન થતાં કોંગ્રેસ નેતા વિરજીભાઇ ઠુંમર ઢળી પડ્યા હતાં.
કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં મેમનગર સ્થિત EDની કચેરી ખાતે કૂચ કરી રહ્યાં છે. કન્વેન્શન હોલની બહાર હેલ્મેટ સર્કલ પાસેના એક્ઝિટ ગેટની બહાર કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી છે. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઘર્ષણ થયું હતું. પોલીસે કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.પરેશ ધાનાણીએ કહ્યું, દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નખાઈ રહ્યો છે. અમિત ચાવડાએ ચીમકી આપતાં કહ્યું હતું કે ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અધિકારીઓને જોઈ લઈશું. હાલમાં કોંગ્રેસના ધરણાં પ્રદર્શનમાં રાહુલ ગાંધી ED ઓફિસ જતાનાં લાઈવ દૃશ્યો બતાવવામા આવ્યાં છે. કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યા છે.