સ્ટાઇલિશ દેખાવા માટે બોલિવૂડ સેલેબ્સનો લુક અજમાવી રહ્યો છે.
ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો લુક હંમેશા ક્લાસી હોય છે
મીરા કપૂર અને શાહિદ કપૂરનો લૂક પણ તમને ખાસ બનાવશે
દરેક વ્યક્તિ સ્ટાઇલિશ દેખાવા માટે બોલિવૂડ સેલેબ્સનો લુક અજમાવી રહ્યો છે. પાર્ટીમાં કપલ્સ કેવી રીતે સ્ટાઇલિશ લાગી શકે છે.દરેક ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો લુક હંમેશા ક્લાસી હોય છે. આ કપલ હંમેશા એવા કપડાં ટ્રાય કરે છે કે જેને દરેક સામાન્ય વ્યક્તિ કેરી કરી શકે અને સ્ટાઇલિશ દેખાઈ શકે.
એશની જેમ, ગોલ્ડન કલરના ગાઉન પર કાળો કોટ પહેરો, જેમાં પુરુષ પાર્ટનર બ્લેક કોટ પેન્ટ પહેરે તો સ્ટાઈલિશ લાગશે તમે કરીના કપૂર અને સૈફ અલી ખાનના લૂક પરથી પણ ટીપ્સ લઈ શકો છો. કરીનાની જેમ સિલ્વર ડ્રેસ પહેરો અને પાર્ટનર ક્રીમ શેડ કોટ સાથે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ અજમાવો. આ દેખાવ પરફેક્ટ લાગશે વિકી કૌશલ અને કેટરિના કૈફનો લુક દરેક કપલ માટે બેસ્ટ કેટરીનાનો સફેદ મીની ડ્રેસ અને વિકીનો કોટ પેન્ટ લુક તમને ક્લાસી લુક આપશે.
રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા શ્રેષ્ઠ કપલમાંથી એક માનવામાં આવે છે. અને આ ક્યૂટ કપલ હંમેશા ક્લાસી લુક માટે પ્રયત્ન કરે છે. જેનેલિયા જેવા ફ્રોક લુકના બ્લેક ડ્રેસ અને રિતેશ જેવા બ્લેક કોટ પેન્ટ પર ટ્રાય કરવું જોઈએ. તેમજ મીરા કપૂર અને શાહિદ કપૂરનો લૂક પણ તમને ખાસ બનાવશે. મીરાનો બ્લેક વર્ક ટ્યુબ ડ્રેસ પાર્ટીમાં ક્લાસી લુક આપશે જ્યારે પાર્ટીમાં પાર્ટનર સફેદ કોટ, શર્ટ સાથે બ્લેક કોટ પહેરે છે. દરેક કપલ આ લુકમાં છવાય જશે.