ડાયાબિટીસના રોગીઓ કેળાં ખાઈ શકે છે.
પાકેલા કેળામાં માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ જેવા કે પોટેશિયમ અને વિટામિન બી6 પ્રચૂર માત્રામાં હોય છે
વધારે પાકેલા કેળામાં ખૂબ જ વધારે મીઠાશ હોય છે.
ડાયાબિટીસના રોગીઓ કેળાં ખાઈ શકે છે. જો કે, કેટલીક સાવધાની રાખવી પડી શકે છે. આપણે સામાન્ય રીતે પાકા કેળા (પીળા રંગના) ખાઈએ છીએ, કારણ કે તે છાલવામાં સરળ અને ખાવામાં નરમ હોય છે. પરંતુ કેળા જેટલા લીલા હશે તેમાં નેચરલ શુગરનું પ્રમાણ એટલું જ ઓછું હશે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ બરાબર છે.
કેળાને આ સ્ટેજમાં વહેંચી શકાય છે:
થોડા પાકેલા
આ પ્રકારના કેળામાં પ્રોબાયોટિક્સ વધુ હોય છે અને વધુ મીઠાશ પણ નથી હોતી. હાઇ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ બને છે અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.
પાકેલા
આ કેળામાં માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ જેવા કે પોટેશિયમ અને વિટામિન બી6 પ્રચૂર માત્રામાં હોય છે. ઉપરાંત પીએમએસ, હ્યદય અને હાડકાના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.
ખૂબ પાકેલા કેળા
ખૂબ પાકેલા કેળા પચાવવામાં સરળ હોય છે. તેમાં નેચરલ શુગરનું પ્રમાણ વધારે હોય છે. જેમને ડાયાબિટિસ અનિયંત્રિત રહેતી હોય તેઓએ આ કેળા પ્રમાણમાં ઓછા ખાવા જોઇએ.
વધારે પાકેલા કેળા
વધારે પાકેલા કેળામાં ખૂબ જ વધારે મીઠાશ હોય છે. જોકે, ડાયાબિટિસની સમસ્યા ધરાવતા લોકોએ આ કેળા ખાવાનું ટાળવું જોઇએ.
આ છે કેળા ખાવાની સાચી રીત:
ફળ તરીકે દિવસમાં એક કેળું ખાવું સારું છે, પરંતુ તેને પ્રોટીનના સ્ત્રોત સાથે મિશ્રિત કરીને ખાવાથી શ્રેષ્ઠ ફાયદા મળે છે. તેથી કેળાને પનીર અથવા સ્પ્રાઉટ્સ સાથે ખાવાની આદત રાખો. કેળાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 51 છે, જે બોર્ડરલાઇન લો છે, તેથી ઘણા લોકો તેને સંપૂર્ણપણે ટાળે છે. પરંતુ તેને અન્ય નીચા જીઆઈ સ્ત્રોતો અથવા પ્રોટીન સ્ત્રોત સાથે રાખવાથી શુગર લેવલમાં વધારો ન થાય તે સુનિશ્ચિત થશે.