પંજાબના પૂર્વ સીએમ અને અકાલીદળના વડા પ્રકાશ સિંહ બાદલ હોસ્પિટલમાં દાખલ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના
શ્વાસની તકલીફને લઇ હોસ્પિટલમાં કરાયા દાખલ
આ વર્ષની શરૂઆતમાં અકાલી દળના આશ્રયદાતા અને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ, જેઓ કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા, તેઓની તબિયત ખરાબ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને, અકાલી દળના વડા પ્રકાશ સિંહ બાદલના સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘શ્રી પ્રકાશ સિંહ બાદલ જીના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના.’આ પહેલા અકાલી દળ તરફથી સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે પાર્ટીના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલને સ્વાસ્થ્યના કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પ્રકાશ સિંહ બાદલને પંજાબના મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શિરોમણી અકાલી દળ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને ગેસ્ટ્રિક અને શ્વાસનળીના અસ્થમાની ફરિયાદને કારણે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં તેમની હાલત સામાન્ય હોવાનું જણાવવામાં આવ્યું છે.આ મહિનાની શરૂઆતમાં, 6 જૂનના રોજ, 94 વર્ષીય પ્રકાશ સિંહ બાદલને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયતમાં ઝડપથી સુધારો થતાં બીજા જ દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.