બુધને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં આશરે 23 દિવસનો સમય લાગે છે
25 એપ્રિલથી બુધ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.
2 જુલાઇનાં રોજ તે તેની સ્વરાશિ અને પ્રિય રાશિ મિથુનમાં પ્રવેશ કરશે
બુધને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં આશરે 23 દિવસનો સમય લાગે છે. આ વખતે બુધ પૂરા 68 દિવસ બાદ તેની રાશિ બદલવા જઇ રહ્યો છે. 25 એપ્રિલથી બુધ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 2 જુલાઇનાં રોજ તે તેની સ્વરાશિ અને પ્રિય રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. જ્યાં તે 17 જુલાઇ સુધી વિરાજમાન રહેશે. ચાલો જાણીએ બુધની આ રાશિમાં ઉપસ્થિતિ કઇ કઇ રાશિને આપશે શુભ ફળ.
મેષ રાશિ-
ભણવામાં સફળતા મળશે, કરિઅરમાં આપને શુભ પરિણામની પ્રાપ્તિ થશે અને પ્રમોશન પણ મળવાનાં પણ યોગ છે. પરિવારનો ભરપુર પ્રેમ મળશે. ધન-ધાન્યમાં વધારો થશે.
સિંહ રાશિ-
રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે. આ સમયમાં આપનું સસ્થ્ય સારું રહેશે. કાર્યસ્થળ પર તમારા કામની ખૂબ પ્રશંસા થશે. આપને આપની મહેનતનું શુભ ફળ મળશે. આ સમયમાં નવા મિત્રો બની શકે છે. જે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે.
ધન રાશિ-
નોકરી અને વ્યવસાય કરતા લોકો માટે સમય અનુકૂળ છે. આ સમયમાં કરિયરમાં વૃદ્ધિ જોવા મળશે. કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય તેવાં યોગ બનશે. આ સમયમાં આપનાં પગારમાં વધારો થવાની પણ શક્યતા છે.
તુલા રાશિ-
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે સમય સાનુકૂળ છે. આ સમયમાં આપને કરિયરમાં અપાર સફળતા મળવાના ચાન્સ છે. તમારા રોકાણથી તમને સારા વળતર મળે તેવો ઉત્તમ સમય છે. પૈસા કમાવવાના વધુ રસ્તા ખુલશે. અને તકો પણ મળશે
કર્ક રાશિ-
આર્થિક લાભની પ્રબળ સંભાવના છે. વ્યવસાયિક લોકો પણ નાણાકીય લાભની અપેક્ષા રાખશે. આ સમયમાં આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે મુસાફરીથી સારી કમાણી કરી શકશો