દિવંગત સિદ્ધુ મુસેવાલાનો આજે 29મો જન્મદિવસ
ફેન્સ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી ન્યાય ની કરી રહ્યા છે માંગ
મુસેવાલાના ચાહકો તેમના ગામ મુસેવાલ પહોંચી રહ્યા છે
મૃતક પંજાબી સિંગર સિદ્ધુ મુંસેવાલાનો જન્મદિવસ છે. જો તે આજે જીવિત હોત તો 29 વર્ષનો થયો હોત. 29 મેના રોજ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં તેના ચાહકો આજે સિદ્ધુ મુસેવાલાને જન્મદિવસે યાદ કરી રહ્યા છે. અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લગભગ બધાએ મુસેવાલાની હત્યાના આરોપીઓની ધરપકડની માંગ કરી અને પરિવાર માટે ન્યાયની માંગ કરી છે. ચાહકોએ ભાવુક પોસ્ટ કરીને સેવાવાલાને શ્રદ્ધાંજલિ આપી છે. બધાએ લખ્યું કે તે હંમેશા તેના ચાહકોના દિલમાં જીવંત રહેશે. #HBDSidhuMoosewala અને #JusticeforSidhuMoosewala સવારથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
પંજાબી ગાયક, રેપર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની 29 મેની સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો બે કારમાં આવ્યા હતા. આ હત્યા ત્યારે કરવામાં આવી જ્યારે સિદ્ધુ તેની થાર કારમાં બે સાથીઓ સાથે માણસાના જવાહરકે ગામ થઈને ખારા-બરનાલા ગામ જઈ રહ્યા હતા. મુસેવાલાનો આજે જન્મદિવસ છે ત્યારે એક પ્રશંસકે લખ્યું, ‘સિદ્ધુ મુસેવાલા પાજી તમને જન્મદિવસની શુભેચ્છા. તમે જ્યાં હોવ ત્યાં ખુશ રહો. દંતકથા વિશે કહેવા માટે વધુ નથી. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો.
ભલે મુસેવાલા હવે આ દુનિયામાં નથી, પણ ચાહકો હજી પણ સેંકડોની સંખ્યામાં મુસાના ગામમાં તેમનો જન્મદિવસ ઉજવવા પહોંચી રહ્યા છે. આ તકે પાકિસ્તાનથી આવેલા મોહમ્મદ સાદિક અને તેના ભારતીય ભાઈ સિકા ખાન પણ મુસા ગામ પહોંચ્યા અને મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપી. આ સાથે જ બંને ભાઈઓએ સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ સાથે પોતાનું દુઃખ શેર કર્યું.
તેમના જન્મદિવસ પર યાદ કરતાં, ગીતકાર બબ્બુ બારડે કહ્યું કે ગયા વર્ષે અહીં વિશાળ સ્પીકર વાગતા હતા.અને તેમના હજારો ચાહકો કેક લઈને આવ્યા હતા. સિદ્ધુ મુસેવાલા કોઈ પ્રશંસકને નારાજ કરી રહ્યા ન હતા પરંતુ દરેક સાથે ફોટા પડાવી રહ્યા હતા. આ સાથે જ તેણે કેક પણ કાપી હતી પરંતુ આ વખતે તેના ફેન્સ પહોંચી રહ્યા છે પરંતુ કેક કોઈ પાસે નથી.
બીજી તરફ, ગાયક બલ્કાર અંકિલાએ કહ્યું કે સિદ્ધુ મુસેવાલાએ મને ગયા વર્ષે કહ્યું હતું કે તેના આગામી જન્મદિવસ પર તે આપકા અખાડાનું આયોજન કરશે અને તમામ ચાહકો માટે પાર્ટી યોજશે. તે એક ભવ્ય પાર્ટી હશે. પરંતુ તે ખૂબ જ અફસોસની વાત છે કે તેમના જન્મદિવસના 12 દિવસ પહેલા જ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ત્યારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે તેઓ તેમની બિમાર માસીની હાલત જાણવા માટે બહાર ગયા હતા. મુસેવાલાના નિધનથી તેના ચાહકોને આઘાત લાગ્યો છે. દેશ-વિદેશના ચાહકો મુસેવાલાને તેમના જન્મદિવસે યાદ કરી રહ્યા છે.