તમે તમારા દેશી ખોરાકને ખાઈને પણ વજન ઘટાડી શકો છો
સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
ભાતમાં કાર્બ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે,
વજન ઉતારવા માત્ર ડાયટ અને ઉપવાસ પર આધાર રાખવાને બદલે યોગ્ય પ્રકારનો આહાર વધુ જરૂરી છે. જો તમે વજન ઘટાડવા શરૂઆત ક્યાંથી કરવી તે વિચારતા હોવ, તો કેટલીક સરળ વાતોને ધ્યાને રાખવી જોઈએ. જેમાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવી, દરરોજ કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવાનો સમાવેશ થાય છે. તમે તમારા દેશી ખોરાકને ખાઈને પણ વજન ઘટાડી શકો છો. દેશી એટલે કે ઘરે બનાવેલું ભોજન તમારા માટે અનુકૂળ રહી શકે છે.
અલબત્ત ઘરે શું ખાવું વધુ સારું તેની ખબર હોવી જોઈએ .વજન ઘટાડવાની આદર્શ થાળીમાં થોડા ભાત, એક વાડકી દાળ, એક વાડકી દહીં, થોડું અથાણું અને તમારી પસંદગીનો સબ્જી હોવી જોઈએ.ભાતમાં કાર્બ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે દાળમાંથી પ્રોટીન, કાર્બ્સ અને ચરબી મળે છે. આ ઉપરાંત સબ્જીમાંથી ફાઇબર અને કાર્બ્સ ભરપૂર માત્રામાં મળે છે, અચાર પ્રોબાયોટિક છે. એકંદરે મૂળ વાત તમારા શરીરને મોટા ભાગના પોષકતત્ત્વો પુરા પડવાની છે. આ સાથે થોડો કંટ્રોલ પણ જરૂરી છે.
મહત્વની આ ત્રણ વાતોને યાદ રાખો:
1) ચયાપચયની ક્રિયાને સારી રહે તે માટે સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટેડ રહેશે. પરિણામે મેટાબોલિઝમ ઝડપી થશે.
2) સૂવાના સમયના લગભગ 2 કલાક પહેલાં ડિનર લઈ લેવું. નહીં તો જમ્યા પછી ઊંઘવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે નહીં થાય અને વધારાની ચરબી ભેગી થશે.
3) ફાઇબરથી ભરપૂર પદાર્થોનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને તમે બિનજરૂરી કંઈપણ ખાવાથી અટકી જશો.