રાજસ્થાન રાજ્યસભા ચુંટણીમાં ભાજપના ધારાસભ્યએ આપ્યો કોંગ્રેસને વોટ
ધૌલપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શોભારામી કુશવાહાએ ક્રોસ વોટિંગ કર્યું
બે ધારાસભ્યના વોટ થઈ શકે છે રદ
રાજસ્થાન રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ધૌલપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શોભારામી કુશવાહાએ ક્રોસ વોટિંગ કરી દીધું છે. શોભારાની કુશવાહાએ કોંગ્રેસ ઉમેદવાર પ્રમોદ તિવારીને વોટ આપ્યો છે. ભાજપ પણ માની રહ્યું હતું કે, શોભા રાનીના વોટમાં કંઈક ભૂલ થઈ છે. શોભા રાનીના પતિ બીએલ કુશવાહ હાલમાં જેલમાં બંધ છે. તો વળી ભાજપના ધારાસભ્ય કૈલાશ મીણાના વોટ પર પણ શંકા છે. તેમણે પોતાના અધિકૃત એજન્ટ ઉપરાંત અન્ય એજન્ટને વોટ આપી દીધો છે. જે બાદ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો મત રદ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજસ્થાન ભાજપ પ્રદેશાધ્યક્ષ સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે, એક ધારાસભ્યથી વોટ આપવામાં ભૂલ થઈ ગઈ હતી.
જો કે, બે ધારાસભ્યોના વોટ રદ થવાની સ્થિતિમાં ભાજપના ખાતામાં હોબાળો મચી ગયો હતો. એવું માનવામાં આવી રહ્યું ચે કે, જો આવું થયું તો, સુભાષ ચંદ્રા આ વખતે રાજ્યસભામાં જઈ શકશે નહીં. સુભાષ ચંદ્રા પહેલા હરિયાણાથી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે. તો વળી આ વખતે રાજસ્થાનમાં ભાજપના સમર્થનથી રાજ્યસભામાં તૈયારી છે, પણ બે ધારાસભ્યના વોટ જો રદ થઈ જાય તો, આંકડાકીય ગણિત ગોટાળે ચડી જાય. જો કે, હાલમાં કોઈ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યુ નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજસ્થાન રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના આંકડાનું ગણિત બગડી શકે છે. ભાજપના બે વોટ રદ થઈ શકે છે. તેમાં શોભા રાની કુશવાહ ઉપરાંત બાંસવાડાના ગઢીથી ભાજપના ધારાસભ્ય કૈલાશ ચંદ મીણાનો પણ સમાવેશ થાય છે.
કહેવાય છે કે, તેમનાથી પણ વોટ આપવામાં ભૂલ થઈ ગઈ હતી. તેમનો પોતાનો વોટ અધિકૃત એજન્ટને ન બતાવતા કોઈ અન્યને બતાવ્યો હતો. જેને લઈને કોંગ્રેસે પણ ભારે વાંધો ઉઠાવ્યો હતો. અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, કૈલાશ મીણાનો વોટ પણ રદ થઈ શકે છે. હાલમાં હવે સીસીટીવી જોઈને નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ જણાવ્યું હતું કે, કૈલાશ મીણાએ પોલિંગ એજન્ટને બતાવીને વોટ નાખ્યો હતો. આ મામલાને લઈને વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ અને કોંગ્રેસ અધ્યક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.