ભારતીય બજારમાં Oppoએ કર્યો મિડરેંજ ફોન લોન્ચ
Oppo K10 5G સ્માર્ટફોન પર દોઢ હજાર સુધીનું મળે છે ડિસ્કાઉટ અપાયું
8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ કરવામાં આવ્યો લોન્ચ
ભારત બજારમાં વધુ એક મિડરેંજ ફોન આવ્યો છે. Oppo K10 5G સ્માર્ટફોન ભારતીય બજારમાં ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે. મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો, Oppoનો આ લેટેસ્ટ સ્માર્ટફોન ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ, 5000 mAh ની બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો અમે તમને Oppo K10 5G કિંમત, હેન્ડસેટ સાથેની સુવિધાઓ અને ઑફર્સ વિશે વિગતવાર માહિતી આપીએ.ફોનને બે કલર વેરિઅન્ટ, ઓશન બ્લુ અને મિનાઈટ બ્લેકમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ લેટેસ્ટ Oppo મોબાઈલ ફોનના 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે. ફોનનું એક જ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે, ઉપલબ્ધતા વિશે વાત કરીએ તો, ફોનનું વેચાણ 15 જૂનથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે.
ઓપોના આ ફોન પર ઑફર્સ વિશે વાત કરીએ તો, SBI, Axis, Kotak અને Bank of Baroda કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકોને સેલના પહેલા દિવસે 1,500 રૂપિયા સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે.આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચ HD+ IPS LCD ડિસ્પ્લે છે. મીડિયાટેક ડાયમેન્શન 810 5G પ્રોસેસરનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે કરવામાં આવ્યો છે. આફોન 5 GB સુધીની વર્ચ્યુઅલ રેમને સપોર્ટ કરે છે. ફોનની બેક પેનલ પર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સેન્સર અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા સેન્સર છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે. ફોન Android 12 પર આધારિત Color OS 12.1 પર કામ કરે છે. ફોનની લોંગ લાઈફ માટે 33 W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 5000 mAh બેટરી આપવામાં આવી છે.