દિલ્હીથી લઈને UP સુધી પરિસ્થિતિ તણાવપૂર્ણ
અનેક જગ્યાઓ પર પથ્થરમારા થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ
શુક્રવારની નમાઝ બાદ દેશભરમાં હોબાળો
મહોમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી મામલો હજુ શાંત થયો નથી, શુક્રવારે નમાઝ બાદ દેશના મોટા શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો. આ દરમિયાન ભીડને કંટ્રોલ કરવા માટે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી. દિલ્હીની જામા મસ્જિદથી લઈને કલકત્તા અને યુપીના કેટલાય શહેરામાં નૂપુર શર્મા અને નવીન જીંદલ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો. પ્રયાગરાજમાં પ્રદર્શનકારીઓને પથ્થરમારો પણ કર્યો હતો. હાવડામાં પણ પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.યુપીની રાજધાની લખનઉ ઉપરાંત દેવબંધ, પ્રયાગરાદ અને સહારનપુરમાં પણ ભારે હોબાળો થયો હતો. દેવબંધમાં પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. જામા મસ્જિદમાં પ્રદર્શનકારીઓએ નુપૂર શર્મા અને નવીન જિંદર પર કડક કાર્યવાહીની માગ કરી હતી. સાથે જ લોકોએ ભારે હોબાળો પણ કર્યો હતો
જો કે પોલીસનું કહેવુ છે કે, સ્થિતિ કંટ્રોલમાં છે. જામા મસ્જિદના શાહી ઈમામનું કહેવુ છે કે, તેમને આ વિરોધ પ્રદર્શન વિશે કંઈ ખબર નથી, ન તો મસ્જિદ તરફથી કોઈ વિરોધ પ્રદર્શન બોલાવામાં આવ્યું છે.હકીકતમાં જોઈએ તો, પ્રયાગરાજના અટાલા વિસ્તારમાં શુક્રવારની નમાજ અદા કર્યા બાદ લોકો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસે બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે જ કોઈએ પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારથી સતત પથ્થરમારો ચાલુ છે. લગભગ એક કલાક સુધી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પથ્થરમારાના કારણે પોલીસને થોડી પાછી પાની કરવી પડી હતી. હાલમાં જ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે.
પ્રયાગરાજમાં શુક્રવારની નમાજ બાદ ભીષણ પથ્થરમારો થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડે છે અને ધમકી આપી છે કે – ‘બહુ થઈ ગયું’. પથ્થરમારા દરમિયાન દોડાદોડી પણ થઈ હતી. જેના કારણે ચપ્પલ રસ્તા પર આમતેમ પડ્યા હતા. પોલીસ અધિકારીઓ લાઉડસ્પીકર પર પથ્થરમારો કરનારા બદમાશોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રયાગરાજ ઉપરાંત મુરાદાબાદમાં શુક્રવારની નમાજ બાદ હંગામો થયો હતો. મુરાદાબાદના પોલીસ સ્ટેશન મુગલપુરા વિસ્તારમાં નમાઝ બાદ ઉગ્ર હંગામો થયો હતો. થોડીવાર માટે હંગામો શાંત થયો, પરંતુ પછી હોબાળો શરૂ થયો અને નુપુર શર્માના ફોટાને હવામાં ઉડાવીને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અમુક લોકો પર લાઠીચાર્જ પણ કર્યો હતો.