માતા-પિતાને ભોળવી કિશોરીને બાઈક પર લિફ્ટ આપી
બંનેએ દુષ્કર્મ આચર્યું; સ્થાનિકોએ બાઈક સાથે હોમી દીધા
ગેંગરેપના આરોપીઓને જીવતા સળગાવ્યા
ઝારખંડના ગુમલામાં બુધવારે સ્થાનિકોના ટોળાએ કિશોરી સાથે ગેંગરેપના બે આરોપીઓને જીવતા સળગાવી દીધા હતા. જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ કેસ જિલ્લા મુખ્યાલયથી લગભગ 15 કિમી દૂર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બસુઆ પંચાયતના ગામનો છે. આ ઘટનામાં મૃતકની ઓળખ સુનીલ ઉરાં તરીકે થઈ છે. જ્યારે આશિષ ઉરાંની સ્થિતિ ગંભીર છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના પછી વિસ્તારમાં અફરા-તફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પરંતુ ત્યારપછી પોલીસે ત્યાં હાજરી આપી સમગ્ર તપાસ હાથ ધરી દીધી છે.બંને યુવકો સગીર યુવતીને બાઇક પર પોતાની સાથે લઇ ગયા હતા અને ઝડપથી ઘરે લઈ જઈશું તેમ કહીને નીકળી ગયા હતા. મોડી સાંજે 7 વાગ્યે માતા-પિતા ઘરે પહોંચ્યા ત્યારે બાળકી ઘરે નહોતી પહોંચી.
ત્યારપછી પરિવારના સભ્યો બાળકીને શોધવા નીકળ્યા તો બાજુના ગામમાં બાળકી ગંભીર સ્થિતિમાં મળી આવી હતી.સ્થાનિકોએ જણાવ્યું કે કિશોરી તેના માતા-પિતા સાથે લોહરદગાના ભંડારામાં ગઈ હતી. માતા-પિતા દીકરીને પરત ફરવા માટે બસ સ્ટેન્ડ પર ઉભા હતા. આ દરમિયાન ગામનો એક યુવક તેના પાડોશના ગામના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો. પરિવારને પૂછ્યું કે રસ્તામાં કેમ ઉભા હતા. બાળકીના પિતાએ જણાવ્યું કે તેઓ બસની રાહ જોઈ રહ્યા છે. ઘરની બહાર બધું જ પડ્યું છે.યુવતીએ તેના પરિવારજનોને જણાવ્યું કે બંને યુવકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારપછી પરિવારના સભ્યો બંને યુવકોને શોધવા નીકળ્યા હતા. તપાસ દરમિયાન બાજુના ગામમાં બંને યુવાનો બાઇક સાથે ઘેરાઇ જોવા મળતા સ્થાનિકો તેમની પાસે પહોંચી ગયા અને ગામની મહિલાઓ અને પુરૂષો બંને યુવકની પૂછપરછ માટે પીડિત યુવતીના ગામ પહોંચ્યા હતા.