5G કરતા લગભગ 100 ગણી ઝડપી સ્પીડ મળશે
142 કલાકનો વીડિયો એક સેકન્ડમાં ડાઉનલોડ થશે
ઘણા દેશો એચએએલ 6જી પર કાર રહ્યા છે કામ
ભારતમાં હજુ 5G સેવા શરૂ થઈ નથી, પરંતુ 6G પર વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારથી ઘણા દેશોમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે અને લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકોને હવે નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીમાં રસ છે. 5G પછી 6G આવશે..જો કે 6G વિશે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ તેને વાસ્તવિકતામાં આવતા થોડા વર્ષો લાગશે. ચીન અને અન્ય દેશોએ 6G પર કામ શરૂ કરી દીધું છે.ભારત પણ 6G માટે તૈયારી કરી રહ્યું છે. ભારત સરકારે આ વર્ષે માર્ચમાં કહ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં ભારતમાં 6G નેટવર્ક ઉપલબ્ધ થઈ જશે. 6Gને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો આવે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક સવાલોના જવાબ.
6Gમાં કેટલી સ્પીડ મળશે?
5G 4G કરતાં લગભગ 10 ગણું ઝડપી છે. 6Gને લઈને પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે 6G સ્પીડ 5G કરતા લગભગ 100 ગણી ઝડપી હશે. યુનિવર્સિટી ઓફ સિડનીના વાયરલેસ કોમ્યુનિકેશન એક્સપર્ટ, માહ્યાર શિર્વાણિમોગડમના જણાવ્યા અનુસાર, અમે 6GB નેટવર્ક પર 1TB પ્રતિ સેકન્ડ સુધીની ઝડપ મેળવી શકીએ છીએ.તમે આ સ્પીડને એવી રીતે સમજી શકો છો કે Netflix પર બેસ્ટ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ માટે 56GB ડેટા પ્રતિ કલાકની જરૂર છે. 6G સ્પીડ પર, તમે Netflix ના ટોપ નોચ ક્વોલિટી વિડિયો પ્રતિ સેકન્ડના 142 કલાક ડાઉનલોડ કરી શકશો. 6G ટેક્નોલોજીના આવતાની સાથે, ઘણી નવી એપ્લિકેશનો અને સેવાઓ પણ અસ્તિત્વમાં આવશે. આ ટેક્નોલોજીના કારણે લોકોની જીવનશૈલી અને કામ કરવાની રીત પણ બદલાઈ જશે.
કેવા પ્રકારની ટેકનોલોજી આવશે?
5Gના આગમન પહેલા જ, IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) ઉત્પાદનો વાસ્તવિકતા બની ગયા છે. 5Gના આગમન સાથે મેટાવર્સનો યુગ શરૂ થયો છે. IoT ટેકનોલોજી સતત વિકસિત થઈ રહી છે. અમારા ઘરના બલ્બથી લઈને દરવાજા સુધીની દરેક વસ્તુ ઈન્ટરનેટથી કનેક્ટ થઈ ગઈ છે. 6G આવ્યા બાદ આવા ડિવાઈઝની સંખ્યામાં વધારો થશે.
6G નેટવર્કના આવવાની સાથે જ 5G કરતા 10 ગણા વધુ આવા ડિવાઇસ પ્રતિ ચોરસ કિલોમીટરમાં જોવા મળશે. એટલે કે, આગામી દિવસોમાં, આપણે હવે વધુ IoT ડિવાઇસનો ઉપયોગ કરતા થઈ જોઈશું. તો સાથે સાથે આપણને Metaverse જેવી નવી ટેક્નોલોજી પણ મળી શકે છે. જેનાથી દુનિયા બદલાઈ શકે છે.. દુનિયા web 3.0માં પ્રવેશ કરી શકે છે.