આમ આદમી પાર્ટીએ રાજયનું આખું માળખું વિખી નાખ્યું
પ્રદેશ પ્રમુખ સિવાય આખું સંગઠન માળખું વીખી નાંખ્યું
ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર અને તૈયારીઓમાં લાગી ગઇ છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સિવાય આખું સંગઠનનું માળખું વિખેરી નાંખવાનો નિર્ણય કર્યો છે જેને કારણે પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આમ આદમી પાર્ટી તાલુકા, નગરપાલિકા, જિલ્લાના તમામ માળખાઓ નવા બનાવાશે. જોકે આપના પ્રદેશ પ્રમુખ યથાવત રહેશે. અસક્ષમતાના કારણે માળખુ સમાપ્ત નથી કરાયું તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. પાર્ટીની ક્ષમતાને વધારવા માટે આ નિર્ણય લેવાશે તેવું જણાવવામાં આવ્યું છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ નવી વ્યૂહરચના ઘડવામાં આવશે. આપને સમગ્ર ગુજરાતમાંથી જનસમર્થન મળી રહ્યું છે. પરિણામ સ્વરૂપ આજે આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ નવી વ્યૂહરચના ઘડવામાં આવશે. આપને સમગ્ર ગુજરાતમાંથી જનસમર્થન મળી રહ્યું છે.પરિણામસ્વરૂપ આજે આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે… ચૂંટણીની નવી રણનીતિ અંતર્ગત સંગઠન માળખાને નવેસરથી બનાવવામાં આવશે… જેમણે પાર્ટીને આગળ ધપાવવામાં યોગદાન આપ્યું છે તેમને નવા માળખામાં સ્થાન મળશે.