આગામી 17થી 21 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે
લોકમેળા સમિતિની બેઠક બાદ કલેક્ટર અરૂણ મહેશ બાબુનું જાહેરાત
કોરોનાના બે વર્ષ બાદ યોજશે લોકમેળો
રંગીલા રાજકોટની ઉત્સવ પ્રેમી અને ફરવાની શોખીન જનતા માટે કલેકટરે સારા સમાચાર આપ્યા છે. રાજકોટની રંગીલી પ્રજા માટે ખુશીના સમાચાર એ આપ્યા છે કે, આવર્ષે લોક મેળાનું આયોજન કરવામાં અવશે. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી તહેવારો અને જાહેર ઉજવણી બંધ હતી. ત્યારે આ વર્ષે કોરોના કેસમાં ઘટાડો અને સ્થિતિ સામાન્ય રહેતા લોક તહેવારોની ભવ્ય ઉજવણીની છૂટ આપવામાં આવી છે.રાજકોટમાં જન્માષ્ટમી પર યોજતો મેળો માણવા આખા સૌરાષ્ટ્રની પ્રજા અહી આવતી હોય છે. 5 દિવસના આ મેળામાં લાખો લોકો આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી આ લોકમેળાનું આયોજન બંધ હતું. જોકે આ વર્ષે મેળાના આયોજનની કલેકટરે મંજૂરી આપી છે. આજરોજ કલેકટરે મેળાના આયોજનની સતાવાર જાહેરાત કરી છે.
લોકમેળા સમિતિની બેઠક બાદ રાજકોટના કલેકટર અરુણ મહેશબાબુએ સતવાર જાહેરતી કરી છે. બે વર્ષથી બંધ રહેલ લોક મેળો આ વર્ષે યોજાશે જેને લઈ રાજકોટિયન્સમાં ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. ત્યારે બે વર્ષ બાદ રાજકોટ કલેકટરે મેળાના આયોજનની જાહેરાત કરી છે. રાબેતા મુજબ આ વર્ષે પણ 5 દિવસના મેળાનું આયોજન કરવામાં આવશે. કલેક્ટરની જાહેરાત મુજબ આગામી 17થી 21 ઓગસ્ટ સુધી લોક મેળો યોજાશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉંડ ખાતે મેળો યોજશે. ત્યારે જિલ્લા તંત્રદ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તત્ર દ્વારા જુદી જુદી 12 સમિતિની રચના કરવામાં આવી છે. ત્યારે સ્ટોલ સહિતના બુકિંગ માટે આવતા સમયમાં ફોર્મ વિતરણ કરવામાં આવશે.