• NHAIએ105 કલાક 33 મિનિટમાં 75 કિમી રોડ બનાવ્યો રોડ
• ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે તેની નોંધ લીધી
• અગાઉ આ કતારના નામે હતો રેકોર્ડ
કોઇ વ્યક્તિ કે ખાનગી સંસ્થા કરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. પરંતુ ભારતમાં પ્રતહમ વખત સરકારી એજન્સીએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક વિક્રમ સર્જીને રેકોર્ડ નોંધાવ્યો છે. નશનલ હાઇવે ઓથોરિટીએ માત્ર 105 કલાકમાં 75 કિલોમીટર લાંબો રસ્તો બનાવીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ NH-53 પર અમરાવતીથી અકોલા વચ્ચે સિંગલ લેનમાં 105 કલાક 33 મિનિટના રેકોર્ડ સમયમાં 75 કિમી સતત બિટ્યુમિનસ કોન્ક્રીટ રોડનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. જેમે લઈ તેમણે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.નીતિન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું, ‘આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. NHAIની અમારી અસાધારણ ટીમ, કન્સલ્ટન્ટ્સ અને કન્સેશનર, રાજપથ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમે અમરાવતી અને અકોલા વચ્ચે NH53 પર સિંગલ લેનમાં 75 કિલોમીટરનો સતત બિટ્યુમિનસ કોંક્રિટ રોડ નાખવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવા બદલ અભિનંદન આપતા ખૂબ આનંદ થાય છે.
હું વિશેષરૂપથી અમારા એન્જીન્યર અને શ્રમિકોનો આભાર પ્રગચ કરું છું. જેમણે આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરવા માટે દિવસ-રાત કામ કર્યું.એક અહેવાલ મુજબ આ પહેલા આ રેકોર્ડ કતારના નામે હતો. 27 ફેબ્રુઆરી 2019 ના રોજ કતારની પબ્લિક વર્ક્સ ઓથોરિટી દ્વારા સૌથી ઝડપી 22 કિમી રોડ બનાવવામાં આવ્યો હતો. જે બાદ હવે ભાતને પણ પોતાની સિધ્ધી નોંધાવી છે.