ગંગા નદીને હિંદુ ધર્મમાં દેવી અને માતા તરીકે પૂજવામાં આવે છે
આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની અનંત કૃપા મળે છે.
આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવી જોઈએ.
ગંગા નદીને હિંદુ ધર્મમાં દેવી અને માતા તરીકે પૂજવામાં આવે છે અને તેમના જ ધરતી ઉપર અવતરણના દિવસ તરીકે ગંગા દશેરા ઊજવવામાં આવે છે. ગંગા દશેરા દર વર્ષે જેઠ મહિનાના સુદ પક્ષમાં ઉજવાય છે. માન્યતા છે કે જ્યારે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરિત થયા ત્યારે તે જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિ હતી, ત્યારથી જ આ તિથિને ગંગા દશેરા તરીકે ઊજવવામાં આવે છે.આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની અનંત કૃપા મળે છે. આ દિવસે સ્નાન-દાન કરવાથી શરીર શુદ્ધ અને માનસિક વિચારોથી મુક્ત થાય છે.
અમૃતદાયિની માતા ગંગાના સ્પર્શથી જ મૃત્યુલોકના જીવોનો ઉદ્ધાર થવો અને તેમને મુક્તિ મળી જવા જેવી માન્યતાઓ આ પર્વને લઈને છે. એટલે આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવી જોઈએ.આ દિવસે બની શકે તો આસપાસના કોઈ ગંગા મંદિરમાં જઈને પૂજા કરો. ઘરમાં પણ ગંગાજળ પાત્ર અને ગંગાના ચિત્ર સાથે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી શકાય છે, જેમાં કંકુ, ચોખા લગાવીને ફૂલ અર્પણ કરો અને વિવિધ પકવાન અને મિષ્ઠાનનો ભોગ ધરાવો.