નોર્થ ઈસ્ટના આ 5 સ્થળો જૂન માહિનામાં છે ફરવા લાયક
કપલ્સને મોહી લેશે આ ડેસ્ટિનેશન
બરફથી ઢંકાયેલા પહાડો, એકદમ ચોખ્ખા સરોવરો અને નદીઓ તથા દૂર-દૂર સુધી ફેલાયેલા ચાના બગીચા
જૂન મહિનોએ વેક્સન મહિનો હોય છે, આ મહિનામાં જુદી જુદી ડેસ્ટિનેશન પર લોકો ફરવા જતાં હોય છે. ત્યારે કુદરત અને રોમાંચને માણવા ઇચ્છુક લોકો માટે નોર્થ – ઈસ્ટ ખૂબ સારો વિકલ્પ છે. એમાં પણ જૂન મહિનામાં નોર્થ – ઈસ્ટ ને એક્સપ્લોર કરવાનું પ્લાનિંગ બનાવી શકો છો. સામાન્ય રીતે ઇન્ટરનેટ પર આ જગ્યાઓ વિશે વધારે માહિતી મળતી નથી, પરંતુ આ જગ્યા એટલી સુંદર છે કે, જો તમે એકવાર આ જગ્યાઓની મુલાકાત લેશો તો દર વખતે પાછા આવવાનું વિચારશો. આ વિસ્તાર બરફથી ઢંકાયેલા પહાડો, એકદમ ચોખ્ખા સરોવરો અને નદીઓ તથા દૂર-દૂર સુધી ફેલાયેલા ચાના બગીચાસાથે અહીંના લોકોની મહેમાનગતિ તમને રોમાંચિત કરી દેશે.
ચેરાપુંજી (મેઘાલય)
ચેરાપુંજી શહેર મેઘાલયની સૌથી ઊંચાઈ પર આવેલું છે. જૂન મહિનામાં આ શહેર કપલ્સ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની જાય છે. રબરના વૃક્ષોથી બનેલો લિવિંગ રૂટ્સ બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે કલાકો સુધી વોટરફોલ, પર્વતો, હરિયાળી વગેરેની મજા લઇ શકો છો.
ભાલુકપોંગ (અરુણાચલ પ્રદેશ)
અરુણાચલ પ્રદેશનું ભાલુકપોંગ કપલ્સને ખૂબ જ ગમે છે. અજાણ્યા લોકો અને આગવી સંસ્કૃતિ તમને એટલી પસંદ આવશે કે તમને વધુ બે દિવસ રોકાવાની ફરજ પડશે. અહીં સવાર અને સાંજ એમ બંને નજારા સુંદર હોય છે. પર્વતો તરફનો સૂર્યોદય જોવાનો અદભૂત લહાવો છે.
લુંગલેઈ (મિઝોરમ)
લુંગલેઈનો મતલબ ‘ધ બ્રિજ ઓફ રોક’ થાય છે. આ શહેરનું નામ મિઝોરમની સૌથી લાંબી નદી તલવાંગની સહાયક નદી નાઘસિહની આસપાસ ખડક જેવા પુલ પરથી પડ્યું છે. ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું મિઝોરમનું લુંગલેઈ શહેર મનમાં વસી જાય તેવું સ્થળ છે. અહીં તમે ટ્રેકિંગ, બર્ડ વોચિંગ સહિત અનેક પ્રકારના એડવેન્ચર સ્પોર્ટ્સનો પણ આનંદ માણી શકો છો. શાંતિપ્રિય લોકો માટે તો લુંગલેઈ શહેરમાં અનેક સ્પોટ છે. આ સ્પોટ પર બેસીને તમે કલાકો સુધી કુદરતનો આનંદ માણી શકો છો.
જોરહાટ (આસામ)
આસામ ચાના બગીચાઓ અને તેમાં કામ કરતા હજારો લોકોના કારણે ખ્યાતનામ છે. પ્રવાસીઓ માટે આ નજારો આકર્ષક હોય છે. આસામનું જોરહાટ શહેર ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. અહીંની લાઈફસ્ટાઈલ, ગાર્ડન, બમ્બલ અને ટ્રેડિશનલ ફૂડ પણ પ્રવાસીઓને ખૂબ ગમે છે. ઉનાળાની ઋતુમાં આ જગ્યાની ઠંડક લોકોને ખૂબ જ પસંદ આવે છે. ભીડથી દૂર આ શહેર તમને જીવનભર યાદ રહી જશે.
તામેંગલોંગ (મણિપુર)
મણિપુરનું આ ગામ ખૂબ સુંદર છે. લીલાછમ પર્વતો અને જંગલોથી ઘેરાયેલું આ સ્થળ કપલ્સને આકર્ષિત કરે છે. જૂન મહિનામાં આ જગ્યા વધુ આકર્ષક લાગે છે. અહીંના રસ્તાઓ પર ક્યારેક જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે. ચિત્તા, હરણ, જંગલી કૂતરાઓ, વાઘ જેવા પ્રાણીઓ પ્રવાસીઓની નજરે ચડી જાય છે.