• અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ
• વંડા, ઘોબા અને પીપરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ
• વરસાદને કારણે કેરીના પાક અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ
રાજયમાં હજુ પણ વરસાદ માટે રાહ જોવીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અમરેલી પંથકના વંડા, ઘોબા અને પીપરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. આકરા તાપ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીથી ભારે રાહત મળી છે. જો કે, બીજી બાજુ વરસાદના કારણે કેરીના પાક અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. રાજ્યમાં 8 જૂને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેશે.
પ્રાચીન માન્યતાઓ ખગોળીય સ્થિતિ વાદળો પવનની દિશા વગેરેને ધ્યાને લઈને ચોમાસાની આગાહી કરતા રામણીકભાઈ વામજાએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસાના પ્રારંભે ત્રણ તબક્કામાં વાવણી થશે પ્રથમ વાવણી અમરેલી જિલ્લામાં થશે અને આ વર્ષે જામનગર જિલ્લામાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધારે પડશે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આગાહીકારોના મતે ચોમાસુ માધ્યમ અને વર્ષ 12 આની રહેશે જોકે ખેડૂતોમાં સારા શિયાળુ પાકની શક્યતા જોવા મળી રહી છે આ વર્ષથી કૃષિ યુનિવર્સીટીએ ક્યાં અગાહીકારની આગાહી ગત વર્ષમાં સત્યની નજીક રહી તે અંગેની જાણકારી આપવામાં આવી નથી પરંતુ પ્રાચીન વર્ષા વિજ્ઞાન લોકો માટે ઉત્સુકતા જગાડનાર અને આયોજનમાં મદદગાર હોવાનું માનવામાં આવે છે