રાજકોટ શહેરના લોકોની આખરે તરસ છીપાશે
બેટી નદી પર બનશે ડેમ
એરપોર્ટ ઓથોરિટીએ ડેમ નિર્માણ માટે એનઓસી આપી
વર્ષોથી ઉનાળામાં પાણીની સમસ્યાથી પરેશાન રાજકોટ હવે પાણી માટે આત્મનિર્ભર થાય તેવી શક્યતા છે. હિરાસર પાસે આવેલી બેટી નદી પર ડેમ બનશે. એરપોર્ટ ઓથોરિટીએ ડેમ નિર્માણ માટે એનઓસી આપી છે. રાજકોટમાં પાણીની સમસ્યા હળવી બને તે માટે નવા જળ સ્ત્રોત ઉભા કરવા માટે રાજકોટથી 18 કિલોમીટર દૂર આવેલી બેટી નદી પર બંધ બાંધવામાં આવશે. બેટી નદી પર બંધ બાંધવા અંગે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ વોટર વર્કસ કમિટીના ચેરમેને દેવાંગ માંકડ,ઈરિગેશન વિભાગના એક્ઝિકયુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનની સાથે નદી પર સાઈટ નિરીક્ષણ પણ કર્યુ હતુ.કોર્પોરેશન દ્વારા પણ પાણીના સંગ્રહ માટે નવા બાંધકામ માટે ફરજિયાત વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે તેવી સિસ્ટમ શરૂ કરવી જોઈએ. રાજકોટ શહેરની વસ્તી સતત વધી રહી છે.
રાજકોટ શહેર નર્મદાના નીર પર આધારિત છે..રાજકોટનું ભૂતળ પથ્થરો વાળુ હોવાથી ભૂગર્ભમાં પાણી ઉતરતું નથી. જેથી ભૂતળ ઉંચુ આવતુ નથી.રાજકોટની તમામ નદીઓનું પાણી દરિયામાં ભળી જતું હોવાથી પાણીનો સંગ્રહ થતો નથી. કોર્પોરેશન દ્વારા પાણીના સંગ્રહ માટે નવા બાંધકામ માટે ફરજિયાત વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે તેવી સિસ્ટમ શરૂ કરવી જોઈએ તેમ પમ ગોવિંદ પટેલે કહ્યું હતું.આ તકે ગોવિંદ પટેલે નિવેદન આપ્યું છેકે રાજકોટની સતત વસ્તી વધતી રહી છે, તેમજ રાજકોટ શહેર નર્મદા નીર પર આધારિત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે નવો એક નહિ પણ ત્રણ ડેમ બને તો પણ રાજકોટ શહેરે નર્મદા નીર પર જ આધારિત રહેવું પડશે. રાજકોટનું ભૂતળ પથ્થરો વાળું હોવાથી ભૂગર્ભમાં પાણી ઉતરતું નથી. અને તેને કારણે પાણી ભૂતળમાં ઊંચું આવતું નથી. રાજકોટની તમામ નદીઓનું પાણી દરિયામાં ભળી જતું હોવાથી પાણી સંગ્રહ થતો નથી.