પંજાબી સિંગર મૂસેવાલાના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસથી ચૂંટણી લડ્યો હતો મુસેવાલા
આમ આદમી પાર્ટીની સરકાર સામે આકરા પ્રહાર
પંજાબના માનસામાં સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ આ ઘટનાના દેશ ભરમાં પડઘા પડ્યા છે. ત્યારે ગઈ કાલે સિદ્ધુના પિતાએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારે આજરોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનસા પહોંચ્ય હતા. જ્યાં તેમણે સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ અને માતા ચરણસિંહ કૌર સાથે મુલાકાત કરી છે. મુસેવાલાના પરિવારજનોને મળીને રાહુલ ગાંધીએ સિંગરની હત્યા પર દુખ વ્યક્ત કર્યું હતું. 29 મેના સાંજે મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
મુસેવાલાના ઘરે પહોંચતા પહેલાં ચંદીગઢ એરપોર્ટ પર પંજાબ કોંગ્રેસ પ્રધાન રાજા વડિંગની આગેવાનીમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે.સિદ્ધુ મુસેવાલા પંજાબ કોંગ્રેસના પ્રધાન અમરિંદર સિંહ રાજા વડિંગનો ખાસ માણસ હતો. ગઈ વિધાનસભા ચૂંટણી પહેલાં મુસેવાલા કોંગ્રેસમાં સામેલ થયો હતો. તેમણે માનસા સીટથી કોંગ્રેસની ટીકિટ પર ચૂંટણી પણ લડી હતી. જોકે આમ આદમી પાર્ટીના ડૉ. વિજય સિંગલાએ તેને હરાવી દીધો હતો. ત્યારપછી આમ આદમી પાર્ટીની સરકારે તેની સિક્યુરિટી ઘટાડી દીધી હતી. તેના બીજા જ દિવસે મુસેવાલાની હત્યા થઈ હતી.રાહુલ ગાંધીએ આ પહેલાં સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રતિભાશાળી કલાકાર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી સ્તબ્ધ અને દુખી છું
. આખી દુનિયાના તેમના ચાહકો પ્રત્યે પણ મારી સંવેદના છે.પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મે, રવિવારે સાંજે 5:30 વાગ્યે માણસાના જવાહરકે ગામમાં હત્યા કરવામાં આવી હતી. મૂસેવાલાની ગાડી પર લગભગ 40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુસેવાલાના શરીર પર 19 ઘા મળી આવ્યા હતા. જેમાં 7 ગોળી સીધી મુસેવાલાને વાગી હતી. મૂસેવાલાને ગોળી માર્યાની 15 મિનિટમાં જ મારી નાખવામાં આવ્યો હતો. બોલેરો અને કોરોલા વાહનો દ્વારા ચેઝ કર્યા બાદ થાર જીપમાં જઈ રહેલા મૂસેવાલાનું મોત થયું હતું. તે સમયે મુસેવાલા સાથે કોઈ ગનમેન નહોતો.