દુલ્હનની હાઈટ મુજબ ફૂટવેરની પસંદગી કરો,
અત્યારની ફેશનમાં બ્રાઇડલ સ્નીકર્સ છે ટ્રેંડમાં
બ્રાઇડલ આઉટફિટ સાથે હાઈ હિલ્સ પહેરવી હોય તો આખો દિવસ ના પહેરો
લગ્ન એ એક દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, લગ્નને લઈ દરેક વ્યક્તિના પોતાના ખ્વાબ હોય છે, લોકો લગ્નમાં બધાથી અલગ દેખાવાનો પ્રયત્ન કરતાં હોય છે. ત્યારે સ્ત્રી હોય કે પુરુષ પગના પગરખાથી લઈને માથાના વાળ સુધી દરેક વસ્તુઓમાં સ્ટાઈલ અને ફેશન કરતાં હોય છે. ત્યારે જો તમે દુલ્હન હો તો વાત પુછોમાં દુલ્હનતો ખાસ ચમકતી હોય છે. ત્યારે લગ્નનાં દિવસને ખાસ બનાવવા માટે ડ્રેસ, જ્વેલરી, મેકઅપનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરવામાં આવે તો દુલ્હન હવે ફૂટવેર ઉપર પણ ધ્યાન આપી રહી છે. બ્રાઇડલ ફૂટવેર ફક્ત સુંદર જ નહીં પરંતુ આરામદાયક પણ હોવા જોઈએ. જેથી દુલ્હનને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. આ જ કારણ છે કે, બજારમાં અલગ-અલગ પ્રકારનાં બ્રાઇડલ ફૂટવેર જોવા મળે છે.
જો દુલ્હનની હાઈટ ઓછી હોય તો વેજ હીલ્સ, પ્લેટફોર્મ હીલ્સ અને હાઈ હીલ્સ વાળા બ્રાઈડલ સ્નીકર્સ બેસ્ટ ફૂટવેર ઓપ્શન છે. જો કન્યાની હાઈટ વધુ હોય તો કસ્ટમાઇઝ્ડ મોજડી અથવા કોલ્હાપુરી ચપ્પલ પહેરી શકાય છે.
દુલ્હન હવે ફેશનથી વધારે કમ્ફર્ટ પર વધારે ધ્યાન આપે છે. આ માટે દુલ્હનની પસંદગીને ધ્યાનમાં રાખીને બ્રાઇડલ સ્નીકર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો દુલ્હન માટે વેજ હિલ્સ પણ સારો વિકલ્પ છે.
લગ્નમાં બ્રાઈડનાં આઉટિફટ હેવી હોય છે, ત્યારે પેન્સિલ હિલ પહેરવાનું ટાળવું જોઈએ. પેન્સિલ હિલ્સની સાથે-સાથે જ્વેલરી અને બ્રાઇડલ આઉટફિટને સાંભળવું મુશ્કેલ થઇ જાય છે.
બ્રાઇડલ વેરની સાથે-સાથે ફૂટવેરની પસંદગી કરતી વખતે આઉટફિટ પર પણ ધ્યાનમાં રાખો. જો તમે લગ્નમાં ચણિયાચોળી પહેરવાના હોય તો તેની સાથે બ્રાઇડલ સ્નીકર્સ, હિલ્સ, પ્લેટફોર્મ હિલ્સની પસંદગી કરી શકો છો. તો વેસ્ટર્ન ગાઉન પહેરવા માંગો છો તો સ્ટિલટોજ હિલ્સ અથવા તો કીટેન હિલ્સથી પરફેક્ટ લુક લાગશે.
બ્રાઇડલ આઉટફિટ સાથે હાઈ હિલ્સ પહેરવી હોય તો આખો દિવસ ના પહેરો. સ્ટેજ પર અથવા તો ફંક્શન બાદ ઉતારી દો જેથી પગમાં દુખાવો ન થાય.