આ ગામમાં ક્યારેય સાંજ પડતી જ નથી
અહીં સૂરજ મોડો ઉગે છે અને વહેલો આથમે છે
આખા ગામની ચારે બાજુ છે પહાડ
કુદરતનો નિયમ છેકે વિશ્વની દરેક જગ્યાએ 12 કલાકનો દિવસ હોય છે. જોકે સમયમાં ફેરફાર હોય છે. પરંતુ હા ઘણી એવી અપવાદ રૂપ જગ્યાઓ છે કે જેના વિષે જાની તમે અચંપીત થઈ જશો. આજે આપણે એક એવા ગામની વાત કરવા જય રહ્યા છીએ કે ત્યાં કયારે પણ સાંજ જ થતી નથી! જી હા તમે સાચું સંભાળ્યું આ ગામ તેલંગાણાના પેડ્ડા જિલ્લામાં આવેલું કોડૂરુપકા ગામ. એક સમયે તે નિઝામ શાસકો માટે હરવા-ફરવાનું સ્થળ માનવામાં આવતું હતું. હાલમાં જ ફરી એક વાર આ ગામ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ગામમાં ક્યારે પણ સાંજ નથી થતી. અહીં 24 કલાકમાં ફક્ત સવાર, બપોર અને રાત જ થાય છે.
એક રિપોર્ટ મુજબ આ ગામની ચારે તરફ પહાડો જ છે.
આ ગામમાં હરિયાળી બહુ જ માત્રમાં છે જેને કારણે વાતાવરણ આહલાદક રહે છે. આ ગામ હાલ તો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.કોડૂરુપકા ગામમાં સૂરજ મોડો ઉગે છે અને સાંજે જલ્દી જ આથમી જાય છે. આ ગામની ચારેબાજુ પહાડો છે. આ ગામમાં પૂર્વમાં ગોલા ગુટ્ટા, પશ્ચિમમાં રંગનાયકુલા ગુટ્ટા, દક્ષિણમાં પામુબંદા ગુટ્ટા અને ઉત્તરમાં નામ્બુલાદારી સ્વામી ગુટ્ટા પર્વતો છે. આ કારણોસર સૂર્યની ઉગવાનો અને આથમવાના સમયને પ્રભાવિત કરે છે. નિજામ સાશન દરમિયાન આ ગામનું નામ પોડાલપકા હતું, બાદમાં નામ બદલીને કોડૂરુપકા કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ચોખાની ખેતી મુખ્ય છે, કપાસ અને મકાઈની પણ ખેતી કરવામાં આવે છે.