હોન્ડા પર 27 હજાર અને ટાટા મોટર્સની કાર પર 60 હજારની મળશે છૂટ
જૂનમાં હજારો રૂપિયાની થશે બચત
આ વર્ષે કાર ખરીદનારા માટે બેસ્ટ સમય છે જૂન મહીનો
આ વર્ષે જો તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો તો જૂન મહિનો તમારા માટે સારો સાબિત થઈ શકે છે. વાસ્તવમાં હોન્ડા અને ટાટા મોટર્સે પોતાની કાર માટે જૂનની ડિસ્કાઉન્ટ ઓફર્સ જારી કરી છે. જો તમે હોન્ડાની કાર ખરીદવા માગો છો તો તમે વધુમાં વધુ 27,400 રૂપિયાની બચત કરી શકો છો. આ સાથે જ ટાટા મોટર્સની કાર પર તમે 60 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જેમાં એક્સચેન્જ બોનસ, લોયલ્ટી બેનિફિટ, કેશ ડિસ્કાઉન્ટ ઓફર સામેલ છે. તો ચાલો જાણીએ આ બંને કંપનીઓના મોડલ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર વિશે.હોન્ડા સીટી 4 જનરેશન: આમાં 5,000,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 7,000,000 રૂપિયાના લોયલ્ટી એક્સચેન્જ બોનસ સાથે આ કારની ખરીદી પર કુલ 12,000 રૂપિયાની બચત કરી શકાય છે. આ ઓફર્સ માત્ર પેટ્રોલ વર્ઝન પર જ આપવામાં આવી રહી છે. બેઝિક કિંમતની વાત કરીએ તો હોન્ડા સિટીની ફોર્થ જનરેશન કાર 9.94 લાખ રૂપિયામાં આવે છે, જે 7 સ્પીડ સીવીટી ટ્રાન્સમિશન અને 1.5 લિટર આઇ-વીટેક એન્જિન સાથે આવે છે. આમાં તમને 10 કિમી/લીટરની માઇલેજ ઉપરાંત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. સેફ્ટી ફીચર્સમાં તેમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, એબીડી, એર બેગ, 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળે છે.
હોન્ડા જેઝ:
હોન્ડા જેઝ કારની ખરીદી પર તમે 25947 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તેમાં 5 હજાર રૂપિયા સુધીની રોકડ છૂટ અથવા 5947 રૂપિયાની એફઓસી એસેસરીઝનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સાથે જ એક્સચેન્જ ડિસ્કાઉન્ટમાં 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને તમને એક્સચેન્જ ઓફર પર 7 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ તમને કસ્ટમર લોયલ્ટી બોનસ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે.
હોન્ડા WR- V:
હોન્ડા WR- Vની વાત કરીએ તો જૂન મહિનામાં તેની ખરીદી પર તમે 27,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તેમાં 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 5,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 7,000 રૂપિયાનું લોયલ્ટી એક્સચેન્જ બોનસ આપવામાં આવે છે. આ સાથે જ 5000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
ટાટા હેરિયર:
હેરિયર ટાટાના ગ્રાહકોની મનપસંદ કારમાંની એક છે. લુક્સ, પરફોર્મન્સ અને ડાયનેમિકની દ્રષ્ટિએ આ કાર એકદમ શાનદાર છે. આ કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયર્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ તેનું ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ બજારમાં હાજર છે. ટાટા હેરિયર પર 60 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટમાં એક્સચેન્જ ઓફર 40 હજાર અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 20 હજાર રૂપિયા સુધી છે.