ભાજપ પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે
પાટીલે કાર્યકરોને કહ્યું: ‘ભાજપના કાર્યકર્તાઓ ટોપી પહેરજો, પણ કોઇને ટોપી પહેરાવતા નહીં.’
કોઇ ખોટું કરતું હોય તો તેની માહિતી મને આપજો: પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. ત્યારે રાજકીય પાર્ટીઓ મેદાન મારવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જેને પગલે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સભાઓ અને વિવિધ કાર્યક્રમો કરી રહી છે. ત્યારે આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે પહોચ્યા હતા, જ્યાં તેમણે ભાજપનાં કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં તેઓએ સૂચક નિવેદન આપ્યું હતું. તેઓએ બેઠકમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના કાર્યકર્તાઓ ટોપી પહેરજો, પણ કોઇને ટોપી પહેરાવતા નહીં.’
વધુમાં સી.આર પાટીલે કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં જણાવ્યું કે, ‘ભાજપના કાર્યકર્તાઓ ટોપી પહેરજો, પણ કોઇને ટોપી પહેરાવતા નહીં. કોઇ ખોટું કરતું હોય તો તેની માહિતી મને આપજો. હું નામ પણ ગુપ્ત રાખીશ અને તપાસ પણ કરાવીશ.’
રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખે ભાજપના કાર્યકરોનો ક્લાસ લીધો હતો. જેમાં તેઓએ ભ્રષ્ટાચાર કરતા પદાધિકારીના નામ કાર્યકર્તાઓને ખાનગીમાં આપવા કહ્યું હતું. પાટીલે કાર્યકર્તાઓને ભ્રષ્ટાચારીઓ સામે તપાસ કરાવીને કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. ભ્રષ્ટાચાર કરતા હોદ્દેદાર કે પદાધિકારીઓને ટિકિટ નહીં મળે એવો પણ પાટીલે ઉલ્લેખ કર્યો હતો. રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં સી.આર પાટીલે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી હતી. બંધ બારણે કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખે બેઠક કરી હતી.