એન્જેલો મોરિઓન્ડોએ બનાવ્યું એસ્પ્રેસો મશીન
ગૂગલે ડુડલ બનાવી આપી શ્રદ્ધાંજલી
મોરિઓન્ડોની 171મી જન્મજયંતિ નિમિત્તે GIF બનાવ્યું
વિશ્વના કોઇપણ ખૂણે જતાં રહો તમને ત્યાં કોફી પિનાર વ્યક્તિ જરૂરથી મળશે. જેમાના ઘણા લોકો એવા છે કે જેમને એસ્પ્રેસો પસંદ છે, પરંતુ શું તમે જાણો છો કે એસ્પ્રેસો મશીનનો ગોડફાધર કોણ છે? એન્જેલો મોરિઓન્ડોની 171મી જન્મજયંતિ નિમિત્તે, Google એ એક GIF બનાવ્યું છે જે સંપૂર્ણ રીતે કોફીમાંથી બનેલી આર્ટવર્કમાં એસ્પ્રેસો મશીન દર્શાવે છે. આ ડૂડલ ઓલિવિયા વ્હેન દ્વારા બનાવવામાં આવ્યું છે.એન્જેલો મોરિઓન્ડોનો જન્મ 6 જૂન, 1851 ના રોજ, ઇટાલીના તુરીનમાં, ઉદ્યોગસાહસિકોના પરિવારમાં થયો હતો. ઇટાલીમાં કોફીની લોકપ્રિયતા હોવા છતાં, ગ્રાહકોને કોફી બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. મોરિઓન્ડોએ વિચાર્યું કે એકસાથે કોફીના ઘણા કપ ઉકાળવાથી તે વધુ ગ્રાહકોને ઝડપી સર્વ કરી શકાશે.
એન્જેલોએ તેમના મશીને કોફી બનાવવા માટે વરાળ અને ઉકળતા પાણીના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો. તેના એસ્પ્રેસો મશીનમાં એક મોટું બોઈલર હતું જે બળપૂર્વક કોફી બેડ પર ગરમ પાણી મોકલતું હતું. તે જ સમયે, બીજા બોઈલરે વરાળ ઉત્પન્ન કરી, જેણે કોફી બનાવવામાં મદદ કરી.મોરિઓન્ડોએ તેનું એસ્પ્રેસો મશીન 1884માં તુરીનમાં જનરલ એક્સ્પોમાં રજૂ કર્યું, જ્યાં તેને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો. તેમણે વર્ષ 1984માં પ્રથમ જાણીતા એસ્પ્રેસો મશીનની શોધ કરી હતી. તેણે આ મશીનની પેટન્ટ પણ મેળવી હતી. 31 મે, 1914 ના રોજ તેમનું અવસાન થયું. ત્યારે આ કોફી મશીનના સર્જકને શ્રદ્ધાંજલી આપવા માટે ગૂગલે ડૂડલ બનાવ્યું છે.