ધોરણ 1થી જ અંગ્રેજી ભણાવવામાં આવશે
ગુજરાતના વિદ્યાર્થીઓમાં અંગેજીનો પાયો મજબૂત બને માટે લેવાયો નિર્ણય
નવા સત્રથી જ અંગેજીનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવશે
ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનું ભણતર ઓછું જોવા મળે છે. બીજા રાજયોની તુલનામાં અંગેજી વિષયમાં ગુજરાત હજુ થોડું પાછળ રહે છે, ત્યારે હવે ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ અંગેજીનો પાયો મજબૂત બને તેમાટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આજે રાજ્યસરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હવેથી ધોરણ-1થી 3માં તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.
આજના સમયમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અતી આવશ્યક બની ગયું છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. આગામી સત્રખી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં અંગ્રેજી ભણાવવામાં આવશે.જેના કારણે વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો પહેલીથીજ મજબૂત થઈ જશે.
આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. જેથી સરકારના આ નિર્ણયથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં.