રેલ મંત્રાલયે લગેજના નિયમમાં કર્યો ફેરફાર
નિર્ધારિત કરતા વધુ સમાન લઇ જવા પર ચૂકકવો પડશે ચાર્જ
ચાર્જ ચુકવ્યા વગરના પકડાશો તો 6 ગણો દંડ વસૂલાશે
પેટ્રોલ ડિઝલના વધતાં ભાવોને કારણે દેશ ભરમાં મોંઘવરીમાં વધારો થયો છે. જેને કારણે લોકોના ખિસ્સાપર તેનુ ભારણ વધવા પામ્યું છે. ત્યારે હવે વધુ એક વખત ભાવ વધારાનો મારો લોકોને પડવા જઇ રહ્યો છે. ભારતીય રેલ હવે મુસાફરો પર વધુ એક ભારણ નાખવા જઇ રહી છે. IRCTCએ ટ્રેનમાં લગેજ પ્રમાણે વધારાનો ચાર્જ વસૂલવાનો પ્લાન તૈયાર કર્યો છે. માટે હવે ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલા આ નિયમો વાંચીલેજો નહિતર પછતાવવું પડશે. ભારતીય રેલવે હવે મર્યાદા કરતા વધુ સામાન લઈ જવા પર રૂપિયા વસૂલશે. ભારતીય રેલવેએ માહિતી આપી છે કે જો તમે બુકિંગ વગર વધારે સામાન લઈને જતા પકડાઈ જશો તો તમારે હવે સામાન્ય દરો કરતા છ ગણા વધુ ચાર્જ ચૂકવવા પડશે. રેલવેએ ટ્વીટ કરીને લોકોને નિયમોની માહિતી આપી છે.
નવા નિયમ મુજબ જો વાત કરવામાં આવે તો મુસાફરો જે કેટેગરીમાં મુસાફરી કરી રહ્યા છે તેના આધારે ટ્રેનના ડબ્બામાં 40 કિલોથી 70 કિલો સુધીનો ભારે સામાન લઈ જઈ શકે છે.
જો વધારાનો સામાન હોય, તો પેસેન્જરે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, પરંતુ જો મુસાફરી દરમિયાન સામાનની જાણ ન કરવામાં આવે અને પકડાય તો છ ગણાથી વધુ ચાર્જ ચૂકવવા પડશે. રેલવેએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. રેલવે મંત્રાલયે ટ્વિટમાં લખ્યું છે કે વધુ સામાન હશે તો મુસાફરીનો આનંદ ઓછો થશે! ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધારે સામાન ન રાખો. વધારે સામાનના કિસ્સામાં વધારાના સામાન માટે બુકિંગ કરાવવું પડશે. સામાન માટે લઘુત્તમ ચાર્જ 30 રૂપિયા છે.ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેએ તમે જે કોચમાં મુસાફરી કરી રહ્યા છો તેના અનુસાર સામાનના દરો નક્કી કર્યા છે. જો તમે AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકો છો. એસી 2-ટાયર માટે 50 કિગ્રા અને એસી 3-ટાયર માટે 40 કિગ્રા છે. સ્લીપર ક્લાસ માટે 40 કિગ્રા અને સેકન્ડ ક્લાસ માટે 35 કિગ્રાની મર્યાદા છે. મુસાફરે પ્રસ્થાનના સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા બુકિંગ સ્ટેશનની લગેજ ઓફિસમાં સામાન રજૂ કરવો જોઈએ.