લવિંગના પાણીના સેવનથી ડાયાબિટીસમાં થાય છે ફાયદો
સતત 3 મહિના સુધી લવિંગનું પાણી પીવાથી ફાયદો ચોક્કસ જોવા મળે છે
લવિંગના પાણીનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડોક્ટરની અચૂક સલાહ લો
આજના સમયમાં લોકોની જીવન શૈલી સાવ બદલા ગઈ છે. રિજિંદા જીવનમાં ખૂબ બદલાવ આવી ગયા છે. રોજે દોડધામ વાળું જીવન જીવતા લોકોનું ખોરાક લેવાની પ્રણાલી પણ બદલાઈ ગઈ છે. ત્યારે ખાસ કરીને ખોરાકની અનિયમિતતા લોકોને જુદી જુદી બીમારી નોતરે છે. આજના સમયમાં વૃદ્ધથી લઈને યુવાનડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યાં છે. જેનુ મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને ખોટુ ખાનપાન છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જેને ખત્મ કરી શકાતી નથી. પરંતુ તેને કાબુમાં લઈ શકાય છે. ત્યારે અમે તમને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની કેટલીક ટિપ્સ આપને જણાવો દઈએ.
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે તમે દવાઓની સાથે સાથે કેટલાક ઘરગથ્થુ ઇલજો પણ કરી શકો છો. તમારા ઘરમાં રહેલ લવિંગ આ ઘરગથ્થુ ઉપચારમાં તમને મદદ કરી શકે છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડૉકટરની સલાહ આવશ્ય લો.
લવિંગનો ઉપયોગ:
સૌ પ્રથમ 8-10 લવિંગને એક ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ ઉકળેલા પાણીમાથી લવિંગને બહાર કાઢી લ્યો. ડાયાબિટીસના દર્દીઓએ આ પાણીનું સેવન કરવું. ડાયાબિટીસના દર્દીઓએ લવિંગનો ઉપયોગ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી કરવો જોઈએ. આમ કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત થઇ શકે છે.